તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
મવડી ફાયર સ્ટેશન સામે પેટ્રોલ પંપમાં આગ લાગી
જમીનમાં પાઇપોનું રીપેરીંગ કામ કરતી વખતે આગ લાગી

રાજકોટઃ તા.૧૧, શહેરના મવડી ફાયર બ્રિગેડ સ્ટેશનનીસામે આવેલા પેટ્રોલ પંપમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.
મળતી વિગત મુજબ મવડી ફાયર બ્રિગેડની સામે આવેલ એચ.પી.ના પેટ્રોલપંપમાં જમીનમાં પણાઇપોનું રીપેરીંગ કામ ચાલતું હતું. દરમ્યાન અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં પંપના માલિક પરવેઝભાઇ તેજાણી દોડી આવ્યા હતા. બાદમાં કોઇએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફના સ્ટેશન ઓઃિસર મઠીયા , ફાયરમેન નરેન્દ્રસિંહ ઝાલા, જયેશભાઇ ડાભી, અજયભાઇ, પ્રકાશભાઇ, સામતભાઇ, વિજયભાઇ, દિલીપભાઇ સહિતના સ્ટાફે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. આ બનાવમાં સદનસીબે કોઇ જાન હાની થઇ નથી.
(3:40 PM IST)










