News of Tuesday, 11th November 2025
દેશી દારૂના પાંચ પાંચ લિટરના ચોવીસ બુંગીયા સાથે દિનેશ ઉર્ફ દાતારો પકડાયો
ઘાંચીવાડમાં એલસીબી ઝોન-૨ના પીએસઆઇ ઝાલા અને એએસઆઇ હરપાલસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા એલસીબી ઝોન-૨ ટીમ કાર્યરત હતી ત્યારે માહિતી પરથી ઘાંચીવાડ નવયુગપરા-૭માંથી દિનેશ ઉર્ફ દાતારો મગનભાઇ સાગઠીયા (ઉ.વ.૪૫-રહે. ઘાંચીવાડ પાસે નવયુગપરા-૭)ને દેશી દારૂના પાંચ-પાંચ લિટરના પ્લાસ્ટીકના ૨૪ બુંગીયા સાથે પકડી લેવાયો હતો. તે કુબલીયાપરા તરફથી આ દારૂ લાવ્યાનું રટણ કરતો હતો. ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, હેડકોન્સ. શીવભદ્રસિંહે આ કામગીરી કરી હતી.
(4:05 PM IST)










