તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
ભગવતીપરામાં જ્યોત્સનાબેન વાઘેલાનો ફાંસો ખાઇ આપઘાત
દિકરો-દિકરી મા વિહોણા થતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૧: આત્મહત્યાના વધુ એક બનાવમાં એક પરિણીતાએ મોત મેળવી લીધુ છે. તેણીએ સવારે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા સુખસાગર સોસાયટી-૨માં રહેતાં જ્યોત્સનાબેન વિશાલભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામના મહિલાને સવારે ઘરેથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યોત્સનાબેને ગળફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું. તેણીના લગ્ન પંદર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે જે મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત કરનારના પતિ વિશાલભાઇ વોર્ડ નંબર ૫માં આરએમસીના સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:41 PM IST)










