<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

નશો કરી નીકળનારા, દેશી - વિદેશી દારૂ અને છરી સાથે ૩૫ શખ્‍સો પકડાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબી તથા અલગ-અલગ પોલીસ મથકના સ્‍ટાફનું ચેકીંગ

રાજકોટ, તા.૧૧: શહેરના અલગ - અલગ વિસ્‍તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં નશો કરી નીકળનારા, દેશી - વિદેશી દારૂ સાથે અને છરી સાથે ૩૫ શખ્‍સોને પકડી લીધા હતા.

શહેરના જુદા-જુદા વિસ્‍તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજી ડીસીપી ઝોન-૧ની એલસીબી તથા તમામ પોલીસ મથકના સ્‍ટાફ દ્વારા ચેકીંગ દરમ્‍યાન નશો કરી નીકળનારા, દેશી - વિદેશી દારૂ તથા છરી સાથે કુલ ૩૫ શખ્‍સોને પકડી લીધા હતા. જેમાં ડીસીપી ઝોન-૧ની એલસીબી તથા નાસતા ફરતા સ્‍કોડના પી.એસ.આઇ. બી વી.ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગૌસ્‍વામી, હેડ કોન્‍સ હિતેશભાઇ પરમાર, હિતેન્‍દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર તથા રવીરાજભાઇ સહિતે અલગ અલગ જગ્‍યાએ દરોડા પાડી બેડીપરા શ્રમજીવી સોસાયટીમાંથી રૂ.૧૦૦૦ના દેશી દારૂ સાથે જીણી ઉર્ફે ભાનુ ચનાભાઇ પાટડીયાને તથા ભાવનગર રોડ મયુરનગર મફતીયાપરામાંથી રૂ.૧૪૦૦નો દેશી દારૂ સાથે રાજુ ઉર્ફે મણી ઉર્ફે બરકા હરભમભાઇ મકવાણાને તથા ચૂનારાવાડ શેરી નં.૩માંથી રૂ.૬૦૦ની કિંમતના ત્રણ ચપલા સથો સુભાષ પ્રવિણભાઇ સોલંકી, રૂ.૧૦૦૦ની કિંમતના પાંચ ચપલા સાથે રાકેશ ભરતભાઇ વરદોરીયાને તથા લાખાજીરાજ શેરી નં. ૪ માંથી રૂ.૧૪૦૦ના દેશી દારૂ સાથે અલ્‍તાફ ઇબ્રાહીમ ભાઇ મુલતાનીને તેમજ થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી છરી સાથે વીરૂ ભરતભાઇ રાઠોડ અને પાર્થ રાજેશભાઇ ગોરવાડીયાને પકડી લીધા હતા.

જયારે માલવીયાનગર પોલીસે કે.કે.વી હોલ પાસેથી છરી સાથે હીતુદાન ઉર્ફે હીતુ ઉર્ફે ભુરો બાણીવાનભાઇ જેસાણીને તથા માલવીયાનગર પોલીસ સ્‍ટેશન પાસેથી નશો કરી નીકળેલો રણજીત હીરાભાઇ પરમારને પકડી લીધો હતો.

જયારે આજીડેમ પોલીસે ગુલાબનગર મેઇન રોડ પરથી છરી સાથે નીલેશ ભુપતભાઇ સરવૈયાને, તથા કોઠારિયા રોડ પર નશો કરી બાઇક લઇ નીકળેલા મનીષ કાનાભાઇ સોલંકી અને રાહુલ અશોકભાઇ સોલંકીને તથા ત્રંબા ગામ પાસેથી રૂ.૬૦૦ના દેશી દારૂ સાથે વિક્રમ વશરામભાઇ જખાનીયાને પકડી લીધા હતા.

જયારે પ્રનગર પોલીસે પોપટપરા જેલની પાછળથી નશો કરી બાઇક લઇને નીકળેલા અલારખાભાઇ જુણેજાને, જંકશન મેઇન રોડ પરથી છરી સાથે અર્જુન ઉર્ફે દુદો ગોપાલભાઇ જીંજરીયાને, તથા રેલનગર ઝુંપડપટી પાસેથી રૂ.૪૦૦ના દેશી દારૂ સાથે રાજુ બનવારી રાજભરને ને તથા પોપટપરા મેઇન રોડ પરથી નશો કરી નીકળેલા અફઝલ ઉર્ફે સદામ એહમદભાઇ દલવાણીને રેલનગર આસ્‍થા ચોક પાસેથી નશાની હાલતમાં બહાદુર રૂપસિંહ ભટ્ટીને તથા જામનગર રોડ પર નશો કરી કાર લઇ નીકળેલા સચીન માલદેવભાઇ રામને પકડી લીધો હતો.

જયારે કુવાડવા રોડ પોલીસે કાગદડી ગામમાંથી નશો કરી હાલતમાં ભાવેશ હીરાભાઇ સાગઠીયાને પકડી લીધો હતો.

જયારે ભકિતનગર પોલીસે ઢેબર કોલોની કવાર્ટર પાસે રૂ.૨૦૦૦ના દેશી દારૂ સાથે રેહમત સલીમભાઇ માણેકને તથા ઢેબર રોડ પી.ડી.એમ કોલેજ ફાટક પાસેથી નશો કરેલી હાલતમાં પીયુષ ઉર્ફે પીન્‍ટુ વિપુલભાઇ પરમારને પકડી લીધો હતો.

જયારે ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલા પાસેથી નશો કરી નીકળેલા જયેશ મોહનભાઇ ગોહેલ, હેતુલ વલ્લભભાઇ ગોહેલને તથા જામનગર રોડ પરથી નશો કરી ઇકો કાર લઇ નીકળેલા જયદેવ હરદેવભાઇ બારડને, તથા નશો કરી નીકળેલા પ્રકાશ ભીખુભાઇ ઓડેદરા, અલ્‍પેશ નથુભાઇ બવ, જયરાજ જોરૂભાઇ ગોવાળીયા, જાહીદ ઉર્ફે સમીર રજાકભાઇ તરકવાડીયાને તથા જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાસેથી ગોપાલ પ્રસારામભાઇ ચૌધરી, દિપેશ ગીરીશભાઇ બુંદેલા, સુખદેવસિંહ ભુપતસિંહ જાડેજાને પકડી લીધો હતો.

જયારે યુનિવર્સિટી પોલીસે કીડની હોસ્‍પિટલ પાસેથી રૂ.૨૦૦૦ના દેશી દારૂ સાથે સંજય વાધાભાઇ લામકા, તથા કાલાવડ રોડ પરથી દારૂની બોટલ સાથે ભરત ઉર્ફે કાનો વિનોદભાઇ ભોજાણીને પકડી લઇ કાર્યવાહી કરી હતી

(3:43 PM IST)