<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારના રસ્‍તાઓ મેટલીંગથી મઢાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨માં વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારના રસ્‍તાઓને ઈં ૫.૬૧ કરોડના ખર્ચે મેટલીંગ કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો. પ્રદીપભાઈ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા તથા અસ્‍મિતાબેન દેલવાડીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(3:56 PM IST)