<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

કાલથી કટારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

સ્‍વ. નથુભાઇ જીવણભાઇ કટારીયા, સ્‍વ. ઉજમબેન નથુભાઇ કટારીયા, સ્‍વ. વ્રજલાલ નથુભાઇ કટારીયા, સ્‍વ. સુશીલાબેન વ્રજલાલ કટારીયા તેમજ સર્વે પિતૃઓના આત્‍મ કલ્‍યાણ અર્થે તથા સંકલ્‍પ પુણયાર્થે : વિશ્વ પ્રસિધ્‍ધ વિદ્વાન, રસસિધ્‍ધ કથાકાર કનૈયાલાલ ભટ્ટ (રાજકોટ) કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશેઃ વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટ, તા. ૧૨: કટારીયા પરિવાર દ્વારા કાલે તા. ૧૩-૧૧-૨૫ને ગુરૂવારથી તા. ૧૯-૧૧-૨૫ને બુધવાર સુધી સ્‍વ. વ્રજલાલભાઇ, સ્‍વ. સુશીલાબેન અને કટારીયા પરિવારના સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે તેમજ સંકલ્‍પ પુર્ણાર્થે શ્રીમદ્‌ ભાગવત  સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

શ્રીમદ્‌ભાગવત કથાના તપોમય વ્‍યાસાસને વિશ્વ પ્રસિધ્‍ધ વિધ્‍વાન રસસિધ્‍ધ કથાકાર કનૈયાલાલ ભટ્ટ (રાજકોટવાળા) બિરાજીને ભાવવાહી શૈલીથી, ભકિત પ્રાધાન્‍ય કથાનું દરરોજ બપોરે ૩:૩૦થી ૭:૩૦ સુધી ‘‘વ્રજધામ'' નાગર બોર્ડિગ, એસીહોલ, વિરાણી હાઇસ્‍કૂલ સામે ટાગોર રોડ, રાજકોટ સામે, ખાતે કરાવશે.

નિકુંજ નાયક, વ્રજવલ્લભશ્રી ઠાકોરજી, પૂજનીય કુળદેવી શ્રી મોમાઇ માતાજી તથા સુરાપુરાદાદા તેમજ સમસ્‍ત પિર્તદેવની અસીમ કૃપાના પરિણામ સ્‍વરૂપે સ્‍વ. વ્રજલાલભાઇ (ભીખાલાલ) નથુભાઇ કટારીયા તથા સ્‍વ. સુશીલાબેન વ્રજલાલભાઇ કટારીયા તેમજ સર્વે પિતૃઓના આત્‍મકલ્‍યાણ અર્થે તથા સંકલ્‍પ પુર્ણાથે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું કટારીયા પરિવારના આંગણે કરેલ છે.

શ્રીમદ્‌ભાગવત ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ કલ્‍પવૃક્ષ છે પ્રણવઆકાર જૈના અંકુર છે બ્રહ્મા જેનુ બીજ છે. ધ્‍વાદશસ્‍કંધ જેની શાખા છે. પ્રેમ લક્ષણા ભકિત જેનુ વિશાખાઓ છે. અઢાર હજાર શ્‍લોક જેના પર્ણ છે એવા કલ્‍પવૃક્ષ સ્‍પર્શથી સર્વેના મનોરથ પૂર્ણ થાય છે. મન શાંતિ પામે છે. પરમાનદં પ્રાપ્‍ત થાય છે.

આ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહમાં તા.૧૩ ને ગુરૂવારે સવારે ૯:૩૦ વાગ્‍યે મંગલ પોથી યાત્રા, તા.૧૪ને શુક્રવારે બપોરે ૩:૩૦ વાગ્‍યે ભિષ્‍મ ચરિત્ર, તા.૧૫ને શનીવારે સાંજે ૫ વાગ્‍યે શ્રીનૃસિંહ અવતાર, તા.૧૬ને રવિવારે સાંજે ૪ વાગ્‍યે શ્રી વામન પ્રાગટય, સાંજે ૫ વાગ્‍યે શ્રીરામ જન્‍મોત્‍સવ, સાંજે ૬ વાગ્‍યે શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાશે.

તા. ૧૭ને સોમવારે સાંજે ૬:૩૦ વાગ્‍યે  શ્રી ગોરર્ધન લીલા, અને છપ્‍પન ભોગ, તા.૧૮ને મંગળવારે સાંજે ૬ વાગ્‍યે શ્રીકૃષ્‍ણ- રૂક્ષ્મણી વિવાહ તા.૧૯ને બુધવારે બપોરે ૧૨ વાગ્‍યે સુદામા ચરિત્ર-કથા વિરામ તથા બપોરે ૩ થી ૫ હવનોત્‍સવ-દશાંશ યજ્ઞ તથા રાત્રીના ૮ થી ૧૦ શ્રી ભાગવત મહાપ્રસાદનું આયોજન  કરાયું છે.

શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ માટે સ્‍વ. નથુભાઇ જીવણભાઇ કટારીયા, સ્‍વ. ઉજમબેન નથુભાઇ કટારીયા, સ્‍વ. વ્રજલાલ નાથુભાઇ કટારીયા, સ્‍વ. સુશીલાબેન વ્રજલાલ કટારીયાએ અંતરીક્ષમાંથી આર્શિવાદ પાઠવ્‍યા છે.

વેદરૂપી કલ્‍પવૃક્ષનું અમૃતફળ શ્રી ભાગવતજી છે તેનો રસાસ્‍વાદ માણીને ઘન્‍ય  બનાવવા સહપરિવારને પધારવા માટે નિમંત્રક સુરેશભાઇ વ્રજલાલ કટારીયા, અ.સો. શોભાનબેન સુરેશભાઇ કટારીયા, હરેશભાઇ વ્રજલાલ કટારીયા, અ.સો. પારૂલબેન હરેશભાઇ કટારીયા, ધર્મેન્‍દ્રભાઇ વ્રજલાલ કટારીયા, પ્રિન્‍સ સુરેશભાઇ કટારીયા, હિરવ ધર્મેન્‍દ્રભાઇ કટારીયા, વંશ ધર્મેન્‍દ્રભાઇ કટારીયા, ખુશી હરેશભાઇ કટારીયા, શુભેચ્‍છક સ્‍વ. વિનોદકુમાર શાંતીલાલ ખખ્‍ખર (રૂતુરાજ સિઝન સ્‍ટોર્સ) ગં. સ્‍વ. રંજનબેન વિનોદકુમાર ખખ્‍ખર (પિન્‍ટુ પબ્‍લીસીટી) મનીષકુમાર ભીખાલાલ રાજા (ખુશી મેંગો ફાર્મ) અ.સોૈ. નયનાબેન મનિષકુમાર રાજા (રિશ્‍તે કોમ્‍યુનિકેશન) ગોવાળીયા ગોપી જનોની રમઝટ વંશ, ખુશી, નમન સંગાથે બોલાવીશુ કથાનું લાઇવ પ્રસારણ યુટયુબ ચેનલ ‘‘કથાકાર કનૈયાલાલ ભટ્ટ'' ઉપર લાઇવ નિહાળી શકાશે. (૩. ૫)

કટારીયા પરિવારમાં હવનોત્‍સવ

રાજકોટઃ કટારીયા પરિવારનો ૧૮મો વાર્ષિક હવનોત્‍સવ તા.૧૬ને રવિવારના રોજ સૂરાપૂરાદાદાના સાનિધ્‍યમાં જબલપુર (ટંકારા) મુકામે રાખેલ છે. સૌ પરિવારજનો સહપરિવાર સાથે મહાપ્રસાદ લેવા નિમંત્રણ અપાયું છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ કટારીયા, રાજકોટ (મો.૯૮૨૫૧ ૯૯૨૨૦), જે.ડી.કટારીયા (મોરબી) (મો.૯૪૦૮૫ ૪૪૨૩૯) ધર્મેન્‍દ્રભાઈ કટારીયા (ટંકારા) (મો.૯૯૯૮૯ ૦૦૫૦૦), હરેશભાઈ કટારીયા, રાજકોટ (મો.૯૮૯૮૯ ૮૬૭૬૫)નો સંપર્ક કરવો.

(3:27 PM IST)