તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
૧૯મીએ મુખ્યમંત્રી રાજકોટના મહેમાન બનશેઃ ૫૦૦ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મહાનગરપાલિકાના સ્થાપનાદિન નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજનઃ નવનિર્મીત કોમ્યુનિટી હોલ, પ્રદર્શન, સહિતના કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

રાજકોટ તા.૧૨ :.. મહાનગરપાલિકાના સ્થાપના દિન નિમિતે તા.૧૯ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટ પધાશે. તેમના હસ્તે અલગ-અલગ ૫૦૦ કરોડના કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. મહાનગરપાલિકાના સંતોષપાર્ક મેઇન રોડ પર બનેલા અદ્યતન કોમ્યુનિટી હોલના લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભાગ લેશે જયારે રેસકોર્ષ ખાતે યોજાનાર રાત્રીના કાર્યક્રમોમાં ઉપસ્થિત નહીં રહે તેમ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાનો તા.૧૯મીના રોજ સ્થાપના દિવસ છે. દર વર્ષે તંત્ર દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે તંત્ર દ્વારા શહેરીજનોને નવા પ્રોજેકટોની ભેટ આપવામાં આવે છે.જેમાં આ વર્ષે પણ સ્થાપના દિન નિમિતે મુખ્યમંત્રીએ કોર્પોરેશનના આમંત્રણનો સ્વીકાર કરતા તંત્ર દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોની યાદી તૈયાર કરવામાં આવી છે. તમામ ખાતમુહૂર્ત અને લોકાર્પણ હજૂ પ્રાથમિક તબકામાં હોવાથી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. તેમજ તા.૧૯ના રોજ મુખ્યમંત્રીની જાહેર સભા અથવા ડાયસકાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
પરંતુ મુખ્યમંત્રી તા.૧૯ના રોજ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાના હોય જાહેર સભા સીએમઓ કાર્યાલય તરીકે કોઇ જાતની સૂચના આવી નથી. તેવી જ રીતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો ઉપરાંત રેસકોર્ષ ખાતે સંગીત સંઘ્યાનું આયોજન પણ કરવામા આવનાર છે. જેમાં પ્રોટોકોલના કારણે મુખ્યમંત્રી ઉપસ્થિત રહે તેવી સંભાવના નહીંવત હોવાની તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે. (પ-ર૩)
(2:57 PM IST)










