<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

‘તમારી મૂડી તમારા અધિકારો' વિષે શુક્રવારે નાણાંકીય જાગૃતિ કેમ્‍પ

૧૦ વર્ષ કે તેનાથી વધુ સમયથી જે ગ્રાહકોને રાજકોટ શહેર કે જિલ્લાની બેન્‍કોમાં ખાતુ છે, પણ ભુલાઇ ગયેલ છે તો તે ગ્રાહકોના નાણાં પરત આપવામાં આવશે, રાજકોટની ૧૮ બેન્‍કોના અધિકારીઓ દ્વારા અપાશે માર્ગદર્શન

રાજકોટ, તા. ૧ર : રાજકોટ જિલ્‍લાના તમામ બેન્‍કો દ્વારા લોકોના ભૂલી ગયેલા રૂા. ૧૩૯ કરોડની રકમ શોધી ગ્રાહકોને પરત આપવામાં આવશે. લીડ બેન્‍ક રાજકોટની આગેવાની હેઠળ ‘‘તમારી મૂડી તમારા અધિકારો'' વિષયક વિશાળ નાણાકીય જાગૃતિ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કેમ્‍પ તા. ૧૪ ના શુક્રવારે સવારે ૧૦ થી સાંજે પ વાગ્‍યા સુધી રાજકોટ એન્‍જિનિયરીંગ એસોસીએશન હોલ, ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ, રાજકોટ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના તમામ બેન્‍કો, એલઆઇસી તથા વિવિધ નાણાકીય સંસ્‍થાઓ ભાગ લેશે. કાર્યક્રમનો મુખ્‍ય હેતુ છે - નાગરિકોને તેમની જૂની, નિષ્‍ક્રિય અથવા ભૂલી ગયેલી થાપણો (Unclaimed Deposits)વષે જાગૃત કરવો અને તે રકમ શોધવામાં સહાયરૂપ થવા હોવાનું જણાવાયું છે.

ભારતીય રિઝર્વ બેન્‍ક (RBI) ના માર્ગદર્શન હેઠળ UDGAM Portal (https://udgam.rbi.org.in) વિષે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી લોકો પાતાના ભૂલાયેલા નાણાં શોધી શકે.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે રાજકોટ લોકસભાના સાંસદ પુરષોત્તમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, તેમજ ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલારા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા, જયેશભાઇ રાદડીયા, શ્રીમતી ગીતાબા જાડેજા, મહેન્‍દ્રભાઇ પાડલિયા ઉપસ્‍થિત રહેશે.

લીડ બેન્‍કના કરૂણાકર બિસ્‍વાલ (લીડ ડીસ્‍ટ્રીકટ મેનેજર, રોજકોટ)ની આગેવાનીમાં રાજકોટની વિવિધ બેન્‍કોના અધિકારીઓની બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા, સ્‍ટોલ વ્‍યવસ્‍થા તથા જનજાગૃતિ અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં સંજય મહેતા (ફાઇનાન્‍સિયલ લીટરેસી કાઉન્‍સેલર, લીડ બેન્‍ક, રાજકોટ), દિપકુમાર (એસબીઆઇ), સુરેશકુમાર મીના (આઇઓબી), સુનિલ શાહ (યુકો બેન્‍ક), નિરજ તોમર (યુબીઆઇ), હાર્દિક પારેખ (ડીબીએસ બેન્‍ક),  સતિષ પાડાવે (બીઓઆઇ), નીતિન લાડીઆ (ઇન્‍ડિયન બેન્‍ક), કેવલ મોદી (ડીસીબી બેન્‍ક), મનોજકુમાર (બીઓબી), રાહુલ  મિશ્રા (પીએનબી) ની ઉપસ્‍થિતિમાં બેઠકમાં નિર્ણય લેવામાં આવ્‍યો કે દરેક બેન્‍ક પોતાના ગ્રાહકો સુધી ભૂલાયેલી થાપણ અંગે માહિતી પહોંચાડશે અને ગ્રાહકોને UDGAM Portal મારફતે સહાય આપશે. આ જાગૃᅠᅠતિ અભિયાનમાં નાગરિકોને જોડાવવા અપિલ કરાઇ છે.

તસ્‍વીરમાં અકિલાના મેનેજર શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લીડ બેન્‍કના અધિકારીઓ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:15 PM IST)