<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

નકલંક રામદેવ સેવા આશ્રમ રતનપર દ્વારા ફેબ્રુઆરીમાં સર્વજ્ઞાતિ સમુહલગ્ન

રાજકોટ તા. ૧૨ : નકલંક રામદેવ સેવા આશ્રમ રતનપર દ્વારા આગામી તા. ૨૨ ફેબ્રુઆરીના ૧૭માં સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી રવિદાસબાપુએ જણાવ્‍યુ હતુ કે આગામી ફાગણ સુદ પાંચમને રવિવાર તા. ૨૨-૨-૨૦૨૫ના સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરાયુ છે. શ્રી નકલંક રામદેવ સેવા આશ્રમ, મોરબી હાઇવે, રતનપર, શ્રી રામજી મંદિરની સામે આયોજીત આ  સમુહલગ્નમાં ૨૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. સરકારના નિયમો પ્રમાણે લગ્નવિધિ કરવામાં આવશે.

સમુહલગ્નમાં જોડાવા કે વધુ માહીતી માટે રવિદાસ બાપુ મો.૯૮૨૫૬ ૭૦૭૮૧ અને ચીમનભાઇ મો.૯૯૭૯૯ ૦૯૨૬૬નો સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(4:06 PM IST)