તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
સસ્પેન્શ હોરર થ્રીલર મુવી ‘કાલ ત્રિધોરી’નો કાલે રાજકોટમાં પ્રિમીયર
અરબાઝ ખાન, મહેશ માંજરેકર, આદિત્ય શ્રીવાસ્તવ, રીતુપર્ણા સેનગુા સ્ટારર ફિલ્મ ૧૪ મીઍ દેશભરમાં રીલીઝ : ફિલ્મના રાઇટસ- ડારેકટર નિતીન વૈદ્ય, પ્રોડયુસર શીરીષ વૈદ્ય, નીતિન ધાટલીયા મનસુખ તલસાણીયા આ તમામ રાજકોટનાઃ સુરેન્દ્રનગરના મૂળ ગામના પેલેસમાં સમગ્ર ફિલ્મ શુટીંગ થયું

રાજકોટઃ રાજકોટના લેખક-ડાયરેકટર અને પ્રોડયુસરો દ્વારા હિન્દી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું નામ છે ‘કાલ ત્રિઘોરી’
આ ફિલ્મનો આવતીકાલે તા.૧૩, ના ગુરૂવારે રાત્રીના ૧૦ વાગે કોસ્મોપ્લેકસ મલ્ટીપ્લેકસ (કાલાવડ રોડ) ખાતે ફિલ્મનો પ્રિમીયર શો યોજાઍલ છે.
આ ફિલ્મમાં અરબાઝ ખાન, મહેશ માંજરેકર, આદિત્ય શ્રીવાસ્તવ, રીતુ પુર્ણા, સેન ગુા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું લેખન અને ડાયરેકટર નીતિન વેદ્ય છે. જયારે પ્રોડયુસર શીરીષ વૈદ્ય, નિતિન ઘાટલીયા અને મનસુખ તલસાણીયા છે.
સસ્પેન્સ હોરર, થ્રીલર ફિલ્મ ‘કાલ ત્રિઘોરી’ ઍક હિન્દી ફિલ્મ છે અને સમગ્ર ફિલ્મનું શુટીંગ સુરેન્દ્રનગરના મુળી ગામના પેલેસમાં થયું છે. દોઢ મહિનામાં આ ફિલ્મનું નિર્માણ થયું છે આયોજકો કહે છે આ ફિલ્મ દર્શકોને જકડી રાખશે. ફિલ્મની શરૂઆતથી ગ્રીપ પકડી લેશે. નવીન પ્રોડકશન દ્વારા આ અગાઉ ગુજરાતી ફિલ્મ ‘ તો લાગી શરત’ પણ બનાવી હતી. ૧૪ મી ઍ શુક્રવારે દેશના ૧ર૦૦ થી વધુ થીઍટરોમાં આ ફિલ્મ રિલીઝ થશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્મ ‘કાલ ત્રિઘોરી’ ના પ્રોડયુસરો સર્વશ્રી શીરીષ વૈદ્ય, નીતિન ઘાટોલીયા અને મનસુખ તલસાણીયા નજરે પડે છે
(4:07 PM IST)










