તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
હિરાસર એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડીંગ એકાએક ખાલી કરાવાયું: અધિકારીઓની દોડધામઃ અંતે મોકડ્રીલ સાબીત

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટર્મિનલ બિલ્ડિંગને ખાલી કરાવવાની કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારીઓ ચકાસવા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ટર્મિનલ બિલ્ડિંગના ઇવેકયુએશન (ખાલી કરાવવા) જેવી કટોકટીની પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટેની તૈયારીનું મૂલ્યાંકન અને સમીક્ષા કરાઇ હતી.
આ કવાયત એરપોર્ટ ફાયર સર્વિસના કર્મચારીઓ દ્વારા CISF અને અન્ય એરપોર્ટ હિતધારકો (stakeholders)ના સહયોગથી હાથ ધરવામાં આવી હતી.
એરપોર્ટ પર કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ સુનિヘતિ કરવાના વાર્ષિક અભ્યાસના ભાગરૂપે આ કવાયત યોજાય છે. મહત્વની વાત એ છે કે, આ સંપૂર્ણ કવાયત દરમિયાન શેડ્યૂલ મુજબની ંલાઇટની અવરજવર (schedule flight movement)માં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ઊભો થયો ન હતો. એરપોર્ટ સત્તાવાળાઓએ સુરક્ષા અને તૈયારીના ધોરણો જાળવી રાખવા માટેનું તેમનું કમિટમેન્ટ દર્શાવ્યું હતું.
(2:29 PM IST)










