<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સ્‍વ.પૃથ્‍વીસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે સેવા આપેલીઃ કોર્પોરેટર પદે ચૂંટાયા હતા

 

રાજકોટઃ ગુજરાતના જાહેર જીવનના સક્રિય અગ્રણી અને ગુજરાત રાજ્‍ય માર્ગ પરિવહન કોર્પોરેશનના પૂર્વ ડાયરેક્‍ટર શ્રી પૃથ્‍વીસિહજી જાડેજાનું ગઈકાલે રાત્રીના ૭૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે.

સ્‍વ. પૃથ્‍વીસિહજી જાડેજા ૧૯૭૫માં રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણીમાં વોર્ડ નંબર ૧૪માં એટલે પંચનાથ પ્‍લોટ; જાગનાથ પ્‍લોટ, સદર બઝાર વિસ્‍તારમાં થી રાજકોટના પૂર્વ મેયર સ્‍વ.અરવિદભાઈ મણિયાર સિનિયર પત્રકાર પૂર્વ હોમગાર્ડ કમાન્‍ડર  સ્‍વ. ઉષાકાંતભાઈ માંકડ અને પૃથ્‍વીસિહજી જાડેજા એ ત્રણ ઉમેદવાર જનતા મોરચાના ઉમેદવાર તરીકે કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા હતા. સ્‍વ. પૃથ્‍વીસિહજી જાડેજા ૧૯૮૦ થી ૧૯૯૬ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે કાર્યરત હતા.ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. માધવસિહજી સોલંકી ના કાર્યકાળમાં તેઓ ગુજરાત રાજ્‍ય માર્ગ પરિવહન નિગમમાં ડાયરેક્‍ટર તરીકે નિયુક્‍ત થયેલ હતા. સ્‍વ. પૃથ્‍વીસિહજી જાડેજા  અપરણિત હતા. તેઓ તેમના ભાઈ શ્રી રણજીતસિહજી જાડેજા સાથે  રહેતા હતા.

(11:57 AM IST)