<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ગેંગવોરમાં જજ્ઞેશ ઉર્ફ ભયલાને હથીયાર આપનાર વિદ્યાર્થી ઋતુરાજસિંહ તમંચા કાર્ટીસ સાથે ઝડપાયો

એસઓજીના રાજેશભાઇ બાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલાની ટીમની કાર્યવાહીઃ પંદર દિવસમાં પાંચ હથીયારો જપ્‍ત થયા

રાજકોટ તા. ૧૩: ગેંગવોરમાં મુરગા ગેંગનો સુત્રધાર મુરગો સહિત ત્રણ ઝડપાયા તેની સાથે સાથે આ ગેંગને ગેકરાયદે હથીયાર- આપનાર વધુ એક શખ્‍સને એસઓજીએ દેશી તમંચા સાથે પકડી લીધો છે. જે શખ્‍સ ઝડપાયો છે તે કોલેજમાં અભ્‍યાસ કરે છે.

મંગળા મેઈન રોડ પરપ્રગતિ હોસ્‍પિટલ પાસે સામસામા ફાયરિંગની ઘટનામાં પરીયા ગેંગના જીજ્ઞેશ ઉર્ફે ભયલો દિનેશભાઈ રાબાએ જે હથિયારનો ઉપયોગ કર્યો હતો, તે તેને સંજયરાજસિંહ ઉર્ફે ચિન્‍ટુ મહેન્‍દ્રસિંહ ઝાલાએ આપ્‍યું હતું. સંજયરાજસિંહ ઝાલાને આ હથિયાર તેને ઋતુરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૫, રહે. નવલનગર-૩)એ આપ્‍યુ હોવાનું સામે આવ્‍યું હતું. આ શખ્‍સને શોધવા ટીમ કામે લાગી હતી એ દરમિયાન એએસઆઇ રાજેશભાઇ બાળા, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી ઋતુરાજસિંહને અશોક ગાર્ડન પાસેથી પકડી લેવાયો છે. તેની પાસે એક દેશી તમંચો અને ત્રણ જીવતા કાર્ટીસ પણ મળી આવતાં અલગથી ગુનો નોંધાયો હતો.

પોલીસના કહેવા મુજબ આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ ગાંધીગ્રામ, માલવિયાનગર અને આજી ડેમ પોલીસ સ્‍ટેશનમાં હત્‍યાના પ્રયાસ અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા છે. પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, આસી. સબ ઇન્‍સ. રાજેશભાઇ બાળા, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલો શખ્‍સ કોલેજમાં અભ્‍યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે એસઓજીએ ગેંગવોરની તપાસ દરમિયાન પંદર દિવસમાં પાંચ ગેરકાયદેસર હથીયાર જપ્‍ત કર્યા છે.

 

(2:35 PM IST)