<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સીંગતેલમાં ૪ દિ'માં ૯૦ રૂા.નો ઉછાળો

આજે વધુ ર૦ નો ઉછાળો : સીંગતેલ નવા ટીનનો ભાવ રપ૮૦ રૂા. થયા

 

રાજકોટ, તા., ૧૩ : સીંગતેલમાં વણથંભી તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ર૦ રૂા.નો ભાવવધારો થયો છે. છેલ્લા ૪ દિવસથી સીંગતેલ ડબ્‍બે ૯૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને નુકશાન થતા મિલોમાં પીલાણ લાયક મગફળી ન આવતી હોવાના અહેવાલે સ્‍થાનીક બજારમાં આજે સીંગતેલમાં વધુ ર૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૪૮૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧પ૦૦ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રપ૧૦ થી રપ૬૦ રૂા. હતા તે વધીને રપ૩૦ થી રપ૮૦ રૂા. થયા છે. છેલ્લા ૪ દિ'માં સીંગતેલમાં ૯૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે અને આગામી દિવસોમાં હજુ પણ ભાવો વધશે તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું. (૪.૧૬)

(2:47 PM IST)