તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
રાજકોટ યાર્ડમાં કપાસની ૪૧ હજાર મણની જંગી આવક

સોયાબીનની ર૦ હજાર મણની આવક : વિવિધ જણસી ભરેલા ૧૦પ૦ થી વધુ વાહનોની કતારો
રાજકોટ : રાજકોટ યાર્ડમાં આજે વિવિધ જણસી ભરેલા ૧૦પ૦ થી વધુ વાહનોની કતારો લાગી હતી. જેમાં મુખ્યત્વે કપાસની ૪૧ હજાર મણની જંગી આવક થઇ હતી. જયારે સોયાબીનની ર૦ હજાર મણ, ઘઉં ૬૦૦૦ મણ, ચણા-૮૦૦૦ મણ, લસણ-પ૦૦૦ મણ, મગ-પપ૦૦, સફેદ તલ -૭૦૦૦ મણ, જીરૂ-૩ર૦૦ મણ તથા કાળા તલની ર૦૦૦ મણની આવક થઇ હતી. રાજકોટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વા. ચેરમેન, ડીરેકટરો તથા સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરમાં કપાસ અને સોયાબીનના ઢગલા દ્રશ્યમાન થાય છે.
(3:20 PM IST)










