<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

કારમાં ચોરખાનું બનાવી સંતાડેલો રૂા.૨.૭૦ લાખના દારૂ સાથે પરેશ જોગી પકડાયો

કાલાવાડ રોડ ઓવરબ્રીજ નીચે પાર્કિંગમાં દરોડોઃ પીસીબીના હેડકોન્‍સ. વિજયભાઇ મેતા અને કોન્‍સ. યુવરાજસિંહ રાણાની બાતમીઃ પ્રનગર પોલીસના કોન્‍સ. વિશ્વરાજસિંહ ઝાલા, તોફીકભાઇ મંઘરા, અને ચાંપરાજભાઇ ખવડની બાતમીઃ કોઠી કમ્‍પાઉન્‍ડ પાસેથી રૂપિયા ૧.૫૦ લાખના દારૂ ભરેલી કારમાંથી બે શખ્‍સને પકડી લીધા

રાજકોટ, તા.૧૩: કાલાવડરોડ પર ઓવર બ્રીજનીચે પાર્કીંગ માંથી પીસીબીએ દરોડો પાડી કારમાં ચોરખાનુ બનાવી સંતાડેલા રૂા.૨.૬૯ લાખના દારૂ સાથે એકને અને પ્રનગરપોલીસે કોઠી કમ્‍પાઉન્‍ડ પાસેથી રૂા.૧.૫૦ લાખના દારૂ ભરેલી કારમાંથી બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર ઓવર બ્રીજની નીચે પાર્કીંગમાં પડેલી એક કારમાં વિદેશદારૂનો જથ્‍થો હોવાની પીસીબીના હેડકોન્‍સ વિજયભાઇ મેતા, કોન્‍સ યુવરાજસિંહરાણાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી કારની તલાશી લેતા ચોરખાનામાંથી રૂા. ૨.૬૯.૬૯૨ની કિંમતની વિદેશીદારૂની બોટલોમળી આવતા પોલીસે કારચાલક પરેશ ભરત ભાઇ જોગી (ઉ.વ. ૨૮) (રહે. દુધસાગર રોડ શકિત સોસાયટી શેરી નં.૪)ને પકડી લીધો હતો.

આ કામગીરી પી.આઇ.એમ.આર. ગોંડલીયા, એમ.જે.હુણ, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડ.કોન્‍સ. કિરતસિહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોૈસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી. જયારે બીજા દરોડામાં પ્રનગર પોલીસ મથકના કોન્‍સ વિશ્વરાજસિંહ ઝાલા, તોફીકભાઇ મંઘરા અને ચાપરાજ ભાઇ ખવડને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી કોઠી કમ્‍પાઉન્‍ડ પાસે ટીયુવી કારમાં તલાશી લેતા ચોરખાનામાંથી રૂા. ૧,૫૧ ૨૦૦ ની કિંમતની ૪૮૦ બોટલો મળી આવતા કારમાંથી તેજનારાયણ રામબચ્‍ચનભાઇ યાદવ (રહે. જગદીશનગર સોસાયટી, નાનાવરાછા સુરત મુળ બીહાર) અને પ્રભુદાસ જગનભાઇ રાઠવા (રહે. સાયણા, તીરૂપતી રેસીડેન્‍સી સુરત,મુળ છોટાઉદેપુરને પકડી લઇ દારૂ તથા કારમળી રૂા. ૬.૫૬ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પી.આઇ.વી.આર.વસાવાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.બી.રાણીંગા, હેડ કોન્‍સ. એમ.સી.જાડેજા, જે.એલ. વાવડીયા, કો. વિશ્વજીતસિંહ ઝાલા, તોફિકભાઇ મંઘરા, ચાપરાજભાઇ ખવડ, રિયાઝભાઇ ભીપોૈત્રા, વનરાજભાઇ બોરીચા, તોૈફીકભાઇ જુણાચ, વિરેન્‍દ્રસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા, ધર્મેશભાઇ મોણપરા દ્વારા કરવામાં આવી છે. 

(3:33 PM IST)