તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Thursday, 13th November 2025
રેલનગરમાં સી.સી.રોડ અને પેવીંગ બ્લોકનું ખાતમુહુર્ત

રાજકોટ : મહાનગરપાલિકા ધ્વારા વિધાનસભા-૬૮માં વોર્ડ-૩ માં રેલનગરમાં વિવિધ વિસ્તારોમાં સી.સી. રોડ અને પેવિંગ બ્લોક કામનું ખાતમુર્હુત ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે તથા મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષ રાડીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, વોર્ડપ્રભારી પૂર્વેશ ભટ્ટ, વોર્ડપ્રમુખ રણધીરભાઈ સોનારા, વોર્ડના પૂર્વ પ્રમુખ હેમુભાઈ પરમાર, કોર્પોરેટર અલ્પાબેન દવે, સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેટરશ્રીની ગ્રાન્ટમાંથી રૂા.૮૦૦૦૦/-ના ખર્ચે મધુરેશ્વર મહાદેવ મંદિર ખાતે સી.સી. કામ, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂા.૮ લાખના ખર્ચે રેલનગર વિસ્તારમાં ધ્વારકેશ સોસાયટી ખાતે સી.સી. કામ, ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરશ્રીની ગ્રાન્ટમાંથી રૂા.૩ લાખના ખર્ચે શાશ્વત પાર્ક કોમન પ્લોટ ખાતે પેવિંગ બ્લોક કામ, જનભાગીદારી (ધારાસભ્યશ્રી ગ્રાન્ટ)માંથી રૂા. ૧૨,૨૭,૦૦૦/- ના ખર્ચે બાલાજી પાર્ક કોમન પ્લોટ ખાતે પેવિંગ બ્લોક કામ, રૂા.૬,૯૪,૦૦૦/- ના ખર્ચે શ્રીનાથજી પાર્કラ૩ કોમન પ્લોટ માં પેવિંગ બ્લોક કામ અને રૂા.૭,૯૬,૦૦૦/- ના ખર્ચે બંધુલીલા પાર્ક કોમન પ્લોટ માં પેવિંગ બ્લોકનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું./ આ તકે કાર્યક્રમના પ્રારંભે વિસ્તારની બાળાઓ દ્વારા ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના આગેવાનોને કુમકુમ તિલક કરેલ હતું તેમજ સ્થાનીક અગ્રણીઓ ધ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ખાતમુર્હુત પ્રસંગે વોર્ડラ૩માં વિવિધ સ્થળોએ સ્થાનીક આગેવાનો અને લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. જેમાં ભરતસિંહ જાડેજા, હીતેન્દ્રસિંહ જાડેજા, કીરીટભાઈ સચદેવા, વિજયભાઈ ચોટાઈ, અશોક કાનાબાર, એ.એન. જાડેજા, અતુલ પાડલીયા, કિરીટસિંહ જાડેજા, રમણભાઈ પટેલ, સી.બી. ઝાલા, ભાવુભા જાડેજા, એ.એન.જાડેજા, ખોડુભા ગોહિલ, જયુભાઈ રાઠોડ, જગતસિંહ પરમાર, રોનક સોની, ભગવાનજીભાઈ પરમાર, દેવરાજભાઈ મોરી, અભિમન્યુભાઈ રાજપુત, રૂપલબેન સોની, નેહલબા ચુડાસમા, માલતીબેન વિઠ્ઠલપરા, દેવીબેન મોરી,હિતેન્દ્રસિહ વાઘેલા, વિરપાલસિહ જાડેજા, જીતેન્દ્રસિંહ ઝાલા, નિલેશભાઈ મકવાણા, રવિરાજભાઈ પીપળીયા, યોગીરાજસિહ ગોહિલ, પુષ્પરાજસિહ જાડેજા, નરેન્દ્રભાઈ ચોટલીયા, મહેશભાઈ બાબરીયા, ઘનશ્યામભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ દેસાઈ, દિલીપસિહ ગોહિલ, મોહિતભાઈ સોલંકી, દાનેશભાઈ દવે, ભોલુભા ગઢવી, દીપકભાઈ ગોંડલીયા, ભરતભાઈ થાનકી, મયુર ગાંગાણી, ધીરૂભાઈ ઘાડીયા, નટુભાઈ ચુડાસમા, કિરીટસિંહ ચુડાસમા, કેતનભાઈ સોલંકી, વિશાલભાઈ ટાંક, મુકેશભાઈ ગોસાઈ, નયનભાઈ મહેતા, જીતુભાઈ જાડેજા, વિક્રમસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, પળથ્વીરાજસિંહ જાડેજા, મેહુલસિહ રાણા, મોહનભાઈ, પ્રયાગભાઈ પોપટ, તેજશભાઈ, રઘુવીરસિહ ગોહિલ, કંચનબા રાણા, ઉમાબેન, પુષ્પાબેન, જયોતિબેન, સોનાબેન, સહિતના સ્થાનીક આગેવાનો, લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(4:01 PM IST)










