તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
રાજકોટના વોર્ડ નં. ૭ માં વિકાસકાર્યનો પ્રારંભ : જુનુ જાગનાથ, ન્યૂ જાગનાથ અને સરદાર નગર વિસ્તારોમાં પેવર કામનું ખાતમુહૂર્ત
વિધાનસભા ૬૯ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ અને શહેર પ્રમુખ ડૉ. માધવભાઈ દવેના હસ્તે ખાતમુહૂર્ત : કોર્પોરેટરો દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્લ સહિત ભાજપના પૂર્વ-વર્તમાન અગ્રણીઓ અને સ્થાનિક લતાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ શહેરના વોર્ડ નંબર ૭ના જનતાને વધુ સારી માળખાગત સુવિધાઓ આપવાના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પેવર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યથી જુનુ જાગનાથ, ન્યૂ જાગનાથ, સરદાર નગર અને અન્ય વિસ્તારોના રસ્તાઓ સુવિધાજનક બનશે.
વિકાસકાર્યનું ખાતમુહૂર્ત
પેવર કામના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના અગ્રણી નેતાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા:
* મુખ્ય મહેમાન: વિધાનસભા ૬૯ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ અને શહેર પ્રમુખ ડૉ. માધવભાઈ દવે.
* વોર્ડના કોર્પોરેટરો: દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુકલ, જયશ્રીબેન ચાવડા, અને વર્ષાબેન પાંધી.
* અગ્રણી ઉપસ્થિતિ: પૂર્વ શહેર પ્રમુખ કમલેશભાઈ જોષીપુરા, પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરા, વોર્ડ પ્રમુખ વિશાલ માંડલિયા, મહામંત્રી પાર્થરાજ ચૌહાણ, દીપક પારેખ, વોર્ડના પૂર્વ પ્રમુખ કૌશિક ચાવડા, કિરીટ ગોહેલ, અજયભાઈ પરમાર, દર્શનભાઈ ભીલ, ગોપાલ બોરાના, મયુર હેરમાં, કિરીટભાઈ પાંધી, પ્રવીણ ચાવડા, નિખિલ મહેતા, નિમેષ કેસરિયા, દિનેશભાઈ પારેખ વિગેરે સ્થાનિક આગેવાનો.
ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ અને શહેર પ્રમુખ ડૉ. માધવભાઈ દવેના હસ્તે કરવામાં આવેલા આ ખાતમુહૂર્ત દરમિયાન સ્થાનિક લતાવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસકાર્યને આવકાર્યું હતું. આ પેવર કામ પૂર્ણ થતાં વિસ્તારના લોકોને રસ્તાની સુવિધામાં મોટી રાહત મળશે.
(11:24 AM IST)










