તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Friday, 14th November 2025
નવાગામ રાણપુરની સગર્ભાનું દિકરીને જન્મ આપ્યા બાદ મોતઃ પરિવારમાં કલ્પાંત
ખાનગી હોસ્પિટલની બેદકારીનો આક્ષેપ થતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૧૩: નવાગામ રાણપુર પાસે ગુરૂ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં અને ખેત મજૂરી કરતાં ચીગુબેન દીપકભાઇ કામળીયા (ઉ.વ.૨૫) નામના સગર્ભાને કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતી માટે દાખલ કરાયા બાદ તેણીએ દિકરીને જન્મ આપ્યા પછી તબીયત બગડતાં મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બેદરકારીનો આક્ષેપ થતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.
જાણવા મળ્યા મુજબ નવાગામ રાણપુર પાસે ગુરૂ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા અને મજૂરીકામ કરતા દીપકભાઈ કામળિયાના સગર્ભા પત્નિ ચીગુબેન (ઉ.વ.૨૫)એ બુધવારે સાંજે કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યા બાદ તેણીને છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે દાખલ કરાઇ હતી અને એ દરમિયાન વધુ તબીયત લથડતાં તેણીને ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહિ ગુરૂવારે તેણીનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મૃતકના સ્વજનોએ કુવાડવાની હોસ્પિટલમાં પુરતી સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. મળતકના પતિ દીપકભાઈ મજૂરીકામ કરે છે અને તેઓને સંતાનમાં બે પુત્રી છે. તેમણે જણાવ્યું હતું કે પત્નિને પ્રસુતિની પીડા ઉપડતાં કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં તેણીએ પુત્રીને જન્મ આપ્યો હતો.
એ પછી તેણીની તબીયત બગડતાં લોહી ચડાવાયુ હતું. પરંતુ બાદમાં વધુ તબીયત બગડતાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સારવારના બીજા દિવસે મૃત્યુ થયું હતું. ખાનગી હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ થતાં કુવાડવા રોડ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.
(11:46 AM IST)










