<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

કાલે રાજકોટમાં અને રવિવારે મોરબીમાં અશ્વિનકુમાર પાઠકના સુંદરકાંડના પાઠ

રાજકોટ તા. ૧૪ : શ્રીરામ સુંદરકાંડ પરિવાર (અમદાવાદ)ના શ્રી અશ્વિનકુમાર પાઠક દ્વારા ચાલતા નિઃશુલ્‍ક સુંદરકાંડ પાઠના અભિયાનના ભાગરૂપે આગામી પાઠ નં. ૯૪૫૯ રાજકોટ ખાતે અને પાઠ નં. ૯૪૬૦ મોરબી ખાતે યોજેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આ પાઠ શ્રી અશ્વિનકુમાર પાઠકજીના સ્‍વકંઠે યોજવામાં આવે છે. રસધરાવતા  ભકતજનો સાથે જોડાઇ શકે. છે.

કાલે તા. ૧૫ ના શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યે શ્રી પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ રાજકોટ ખાતે તેમજ તા. ૧૬ ના રવિવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યે શ્રી પંચમુખી સત્‍સંગ હોલ, પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, ઉમા સંકુલ ભવન સામે, મોરબી-ર ખાતે રાખેલ છે. પાઠમાં આવનાર ભકતજનોને બેસવા માટે વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા છે.

કાલે રાજકોટ ખાતે યોજાયેલ પાઠમાં સૌએ જોડાવા હિરેન મહેતા અને મિહીર મહેતા પરિવારે તેમજ રવિવારે મોરબી ખાતેના પાઠમાં જોડાવા શ્રી કેસરીનંદન મિત્ર મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે. વધુ માહીતી માટે રાજકોટ (મો.૯૭૨૪૩ ૧૭૮૮૭) અને મોરબી  (મો.૩૦૮૦૮) ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(2:04 PM IST)