<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

બાલાજી હોલ આવાસના કવાર્ટર પાસે વરલીનો જુગાર રમતો શખ્‍સ ઝડપાયો

ડીસીપીઝોન-૨ની એલસીબીનો દરોડોઃ બીપીન સાંચેલાની ધરપકડઃ મોબાઇલ કબ્‍જે

રાજકોટ, તા.૧૪: બાલાજી હોલ નજીક સાગરચોક પાસે આવાસ યોજના કવાર્ટર પાસે ડીસીપીઝોન-૨ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોબાઇલ ફોનમાં વરલી ફીચરનો જુગારરમતો શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સાગર ચોકપાસે આવેલ આવાસયોજનના કવાર્ટરપાસે એક શખ્‍સ જુગારરમતો હોવાની બાતમીમળતા ડીસીપીઝોન-૨ની એલસીબીના હેડકોન્‍સ હેમેન્‍દ્રભાઇ વાઘીયા સહિતના સ્‍ટાફે દરોડો પાડી આવાસયોજના કવાર્ટર પાસે મોબાઇઇ ફોનમાં વરલી ફીચરનો જુગાર રમતા બીપીન ખીમજીભાઇ સાંચેલા(ઉ.૩૭) (રહે. સાગરચોક પાસે આર.એમ.સી. આવાસ યોજના કવાટૃરમાં) ને પકડી લઇ મોબાઇલ ફોન કબ્‍જે કયો હતો.

(2:09 PM IST)