તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
રાજકોટ વન-ડેઃ ઋુતુરાજની શાનદાર સદીઃ ભારત એ નો ૪ વિકેટે વિજય
દક્ષિણ આફ્રિકાએ ૯ વિકેટે ૨૮૫ રન બનાવ્યા, ભારત એ ટીમે ૬ વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધોઃ ક્રિકેટ-પ્રેમીઓને જલ્સા પડી ગયાઃ ઋુતુરાજ ગાયકવાડને હિમાંશુ શાહ દ્વારા પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડઃ હવે રવિવારે જંગ

રાજકોટઃ ભારત એ અને દક્ષિણ આફ્રિકાએ વચ્ચે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાઇ રહેલ ત્રણ મેચોની બિનસતતાવાર વન-ડેમાં ગઇ કાલે પ્રથમ મેચ ભારત એ ટીમે મેચ લીધો હતો.
ભારતના બોલરોએ મેચની શરૂઆતથી જ મજબૂત પકકડ જમાવી હતી. પાંચ વિકેટ પડી ગયા બાદ આફ્રિકાના બેટરોએ સારી બેંટીંગમાં ભારત એ ના બેટરોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
દક્ષિણ આફ્રિકા એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૮૫ રન બનાવ્યા. ડેલાનો પોટગીટરે ૧૦૫ બોલમાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૯૦ રન બનાવ્યા. ડાયાન ફોરેસ્ટરે ૮૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૭૭ રન બનાવ્યા. બીજોર્ન ફોર્ટુઇને ૫૬ બોલમાં ૮ ચોગ્ગા સાથે ૫૯ રન બનાવ્યા. અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ ૨-૨ વિકેટ લીધી. એમ પ્રખ્યાત, નિશાંત સિધુ, રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીએ ૧-૧ વિકેટ લીધી.
ભારત એ એ ૪૯.૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૯૦ રન બનાવ્યા. ઋુતુરાજ ગાયકવાડે ૧૨૯ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે ૧૧૭ રન બનાવ્યા. તિલક વર્માએ ૫૮ બોલમાં ૩૯ રન બનાવ્યા. નીતિશ કુમાર રેડ્ડીએ ૨૬ બોલમાં ૩૭ રન બનાવ્યા. નિશાંત સિધુએ અણનમ ૨૯ રન બનાવ્યા. ટિયાન વાન વુરેન, બજોર્ન ફોર્ટુઈન અને ઓટનિલ બાર્ટમેને ૨-૨ વિકેટ લીધી.
ઋુતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ સેક્રેટરી શ્રી હિમાંશુ શાહ દ્વારા પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ રુતુરાજ ગાયકવાડને અર્પણ કરવામાં આવ્યો. હવે બીજો મેચ તા.૧૬ના રવિવારે રમાશે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:49 PM IST)










