તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
કણકોટ નજીક સ્વામીનારાયણ પાર્કમાં માનસીક બીમાર યુવકે ઘરમાં આગ લગાડી
પરિવારજનોએ દોડી જઇ આગ બુઝાવીઃ ફ્રીઝ સહિત ઘરવખરી બળી જતા રૂા.૫૦ હજારનું નુકસાન

રાજકોટ તા.૧૪: કણકોટ નજીક રડાર રોડ પર અલખધામ આશ્રમની બાજુમાં સ્વામીનારાયણ પાર્કમાં આવેલા મકાનના રૂમમાં માનસીક બીમાર યુવાને અચાનક આગ લગાડતા નાસભાગ મચી ગઇ હતી.
કણકોટ રોડ પર રડાર રોડ પર આવેલા સ્વામીનારાયણ પાર્કમાં રહેતા દિનેશભાઇ હરીલાલભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) ગઇકાલે પરિવાર સાથે પોતાના ઘરે હતા ત્યારે તેનો નાનો ભાઇ વિશાલ ઉપરના રૂમમાં એકલો હતો. થોડીવાર બાદ દિનેશભાઇને કંઇ બળતુ હોઇ તેવી વાસ આવતા તે તુરત જ રૂમમાંથી બહાર આવતા ઉપરના રૂમમાં ધુમાડા નીકળતા જોઇ તેણે દેકારો મચાવતા પરિવારજનો સહિતે તુરત જ ઉપરના રૂમમાં દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગમાં ફ્રીઝ તથા ઘરવખરીનો સામાન બળી જતા રૂા.૫૦ હજારનું નુકશાન થયુ હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. ભોજભાઇ મોભ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસની તપાસમાં જાણ કરનાર દિનેશભાઇ રાઠોડનો નાનોભાઇ વિશાલ માનસીક બીમાર હોઇ, તે રૂમમાં એકલો હતો. ત્યારે માચીસ હાથમાં આવી જતા તેણે આગ લગાડી હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી
(2:51 PM IST)










