<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

‘નેશનલ લાઈબ્રેરી વીક'ની ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ

મહાનગરપાલિકા અને રોટરી ક્‍લબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુક્‍ત ઉપક્રમે

રાજકોટ, તા. ૧૪: મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી વિભાગ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુક્‍ત ઉપક્રમે આજ તા.૧૪ નવેમ્‍બર-૨૦૨૫ થી તા.૨૦ નવેમ્‍બર-૨૦૨૫ દરમ્‍યાન બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, પેરેડાઇઝ હોલની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ‘નેશનલ લાઇબ્રેરી વીક'ની ઉજવણી કરવામાં આવનાર છે. ‘નેશનલ લાઈબ્રેરી વીક'ની ઉજવણી કાર્યક્રમનો શુભારંભ આજે તા.૧૪ સવારે ૧૦:૩૦ કલાકે ધારાસભ્‍યશ્રી ડો.દર્શિતાબેન શાહના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, માધ્‍યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી રસિલાબેન સાકરીયા, વાઇસ ચેરમેન જીતુભાઇ કાટલોડિયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, મંજુબેન કુગશીયા, દુર્ગાબા જાડેજા, કંચનબેન સિધ્‍ધપુરા, અગ્રણી કૌશિકભાઈ સિધ્‍ધવ, સહાયક કમિશનર વી.ડી. ઘોણીયા, લાઈબ્રેરીયન નરેન્‍દ્ર આરદેસણા, સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વાંચન પ્રેમી શહેરીજનો ઉપસ્‍થિત રહેલ

(2:54 PM IST)