News of Friday, 14th November 2025
નવ મહિના પહેલા જ પરણેલા જીવરાજ પાર્કના પ્રિતેશ ભુવાની આત્મહત્યા
એરપોર્ટમાં ઇલેક્ટ્રીક વિભાગમાં ફરજ બજાવતાં ૩૦ વર્ર્ષિય યુવાને એસિડ પી જીવન ટુંકાવ્યું: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા.૧૪: મવડી જીવરાજ પાર્ક અમૃતા હોસ્પિટલ પાછળ રહેતાં અને એરપોર્ટમાં કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતાં યુવાને અકળ કારણોસર એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. નવ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં.
જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્કમાં રહેતાં પ્રિતેશભાઇ સુરેશભાઇ ભુવા (ઉ.વ.૩૦) નામના યુવાને ગઇકાલે બપોરે ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનાર પ્રિતેશભાઇ બે ભાઇમાં મોટો હતો અને તેના નવ મહિના પહેલા જ લગ્ન થયા હતાં. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. પોતે એરપોર્ટમાં ઇલેક્ટ્રીક વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો. આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો અજાણ હોઇ તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:25 PM IST)










