<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

રામનગરના ૪૨ વર્ષના વીણાબેન પરમારનું હૃદય બંધ પડી જતાં મોત

મવડી પંચશીલ સોસાયટીના વનીતાબેન મુછડીયાનું સિવિલ હોસ્‍પિટલમાં ડાયાલીસીસ કરાવતી વખતે બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૧૪: ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે રામનગર-૧માં હાર્દિક નામના મકાનમાં રહેતાં વીણાબેન વિપુલભાઇ પરમાર (ઉ.વ.૪૨) રાતે ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ ખાનગી હોસ્‍પિટલ મારફત થતાં માલવીયાનગર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એન. બી. બારૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક દિકરી છે, એક દિકરો દોઢ વર્ષ પહેલા અકસ્‍માતમાં મૃત્‍યુ પામ્‍યો હતો. તેમના પતિ કારખાનુ ચલાવે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં મવડી ગામ પંચશીલ સોસાયટી-૮માં રહેતાં વનીતાબેન દેવજીભાઇ મુછડીયા (ઉ.વ.૩૬) નામના મહિલાને સવારે સિવિલ હોસ્‍પિટલના કિડની વિભાગમાં ડાયાલીસીસ માટે લાવવામાં આવ્‍યા હોઇ ચાલુ સારવારમાં બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. વનીતાબેનને સંતાનમાં બે દિકરા છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

શાંતિનગરના અમરીબેનનું બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં જામનગર રોડ નાગેશ્વર મેઇન રોડ શાંતિનગર-૪માં રહેતાં અમરીબેન પરબતભાઇ ભાટુ (ઉ.વ.૫૫)  સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેને પગની અને શ્વાસની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. 

 

(3:26 PM IST)