<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

રાજકોટ યાર્ડમાં મગફળીની ૯૦ હજાર મણની વિક્રમજનક આવક

કપાસની ૩૧ હજાર મણની જંગી આવક : વિવિધ જણસી ભરેલા ૧પ૦૦ થી વધુ વાહનોને પ્રવેશ અપાયો

રાજકોટઃ  રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ૯૦ હજાર ગુણીની જંગી આવક થઇ હતી. ચાલુ સિઝનમાં મગફળીની આ વિક્રમજનક આવક હોવાનું યાર્ડના સુત્રોએ જણાવ્‍યું હતું. યાર્ડમાં આજે વિવિધ જણસી ભરેલા ૧પ૦૦ થી વધુ વાહનોને પ્રવેશ અપાયો હતો. જેમાં મગફળી ઉપરાંત કપાસની ૩૧ હજાર મણ, સોયાબીન ૧૧ હજાર મણ, અડદ ૧૪ હજાર મણ, ઘઉં પ૦૦૦ મણ, ચણા ૬પ૦૦ મણ, લસણ ૬૦૦૦ મણ, મગ ૬પ૦૦ મણ, સફેદ તલ ૯૦૦૦ મણ, સીંગફાડા ૪૦૦૦ મણ, જીરૂ ૩પ૦૦ મણ તથા કાળા તલની ર૦૦૦ મણની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વા. ચેરમેન, યાર્ડના ડીરેકટરો તથા સ્‍ટાફે ખડેપગે રહી ઉતરાઇની વ્‍યવસ્‍થા કરાવી હતી. તસ્‍વીરમાં કપાસ અને મગફળીનો જથ્‍થો તથા નીચેની તસ્‍વીરમાં વિવિધ જણસી ભરેલા વાહનોની કતારો દ્રશ્‍યમાન થાય છે. 

(1:16 PM IST)