તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
સહકાર ભારી દ્વારા સહકાર સપ્તાહની ઉજવણી શરૂઃ ધ્વજારોહણઃ ચારેય ઝોનમાં વિવિધ કાર્યક્રમો

રાજકોટઃ સહકાર સપ્તાહની ઉજવણીના પ્રારંભે જાણીતા સહકારી આગેવાન પૂર્વમંત્રી મનસુખભાઈ જોશીનું દુઃખદ અવસાન થયાં સભા દ્વારા બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
આર.સી.સી.બેન્ક વાણીયાવાડી રોડ શાખાના ઓડીટોરીયમ ખાતે સહકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સહકાર ધ્વજારોહણ કાર્યક્રમ નલીનભાઈ વસા પ્રદેશ ઉપાધ્યક્ષ સહકાર ભારતી ગુજરાતના અધ્યક્ષ સ્થાને યોજાયો. સપ્તરંગી સહકાર ધ્વજ પુરૂષોતમભાઈ પીપળીયાના હસ્તે ફટકારવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, સીટીઝન બેંકના ચેરમેન હારિતભાઈ વ્યાસ, રાજ બેંકના સીઈઓ સુશ્રી જુલીબેન સાવલિયા, વિજય બેંકના ચેરમેન નિકુંજભાઈ ધોળકિયા, ધરતી બેંકના એમડી શ્રી રાજુભાઈ ભંડેરી ડો.પ્રકાશભાઈ મોઢા (ચેરમેન માધવ શરાફી સહકારી મંડળી) નાગરિક બેંકના વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલ તથા શ્રી પરડવા ડિરેક્ટર વિક્રમસિં પરમાર, અશોકભાઈ ડાંગર ભાજપ સહકાર સેલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.
સહકારી ક્ષેત્રના કાયદે આઝમ અને સ્પષ્ટ વક્તા પુરૂષોત્તમભાઈ પીપળીયાએ જણાવેલ કે આજરોજ સહકારીતાનો શ્રેષ્ઠ દિવસ છે. રાજકોટની સહકારી બેંકોના બધા જ ચેરમેન એક સાથે એક મંચ ઉપર લાવવાનો સહકાર ભરતીનો આ પ્રયાસ પ્રશંસનીય છે. વંદનીય છે. રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઉઠી માત્ર સહકારની સમસ્યાના ઉકેલ માટે સંસ્કારી કાર્યકર્તાઓના નિર્માણનું મહત્વનું કાર્ય સહકાર ભારતી અખિલ ભારતીય ધોરણે કરી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગૃહમંત્રી અમીતભાઈ શાહના મંત્રીપદે સહકાર મંત્રાલયના નિર્માણ માટે સહકાર ભરતીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સફળ બેંકીંગ માટે હ્યૂમન રિસોર્સીજ બહુ મહત્વનું પ્રમાણ છે. જેના માટે સહકાર ભારતી પ્રારંભથી સખત પરિશ્રમ કરી રહી છે.
અભ્યક્ષસ્થાનેથી નિતાંત પવિત્ર વ્યક્તિત્વ ધરાવતા નલિનભાઈ વસાએ પુરુષોત્તમભાઈના સુંદર આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ સહકારિતાનું મહત્વ સ્વીકારી ૨૦૨૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે યુએનઓ તયા આઈસીએ જાહેર કર્યુ છે. ત્યારે, અંહીં બેઠેલા આપણે સૌ સહકારી કાર્યકર્તાઓનું મસ્તક ગર્વથી ઉંચુ થઈ જાય એ સ્વાભાવિક છે. સાથે આપણું રાષ્ટ્ર પ્રત્યેનું દાયિત્વ પણ વધી જાય છે.
સામાજિક ઉત્તરદાયિત્વ એટલે દરેક સહકારી કાર્યકર્તાને સવારે ઉઠીને યાદ આવવું જોઈએ કે આજે મેં કેટલા જરુરતમંદ માણસોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવી. ને સારી મંડળી કે સારી બેંકમાંથી ઓછા વ્યાજદર વાળી લોન અપાવી!
આજે પણ વ્યાજખોરોના ત્રાસની વાત સાંભળીએ છીએ.. માટે કાર્યકર્તાએ સામાન્ય લોકોને આ અંગે પ્રશિક્ષણ આપવું જોઈએ. સામાન્ય કરતાં વધુ વ્યાજ મેળવવાની ઈચ્છા એ લોભ છે, માટે આવી લાલચમાં ફસાવું ન જોઈએ.એ અંગે કાર્યકર્તાએ સામાન્ય લોકોને પ્રશિક્ષણ આપવું જોઈએ.
આપણા શાષોમાં કહ્યું છે કે, વ્યાજ ખાવાનો અધિકાર ફક્ત વૃદ્ધો અને વિધવાઓ સિવાય કોઈને નથી. અને આ વ્યાજ અપાવી દેવાની જવાબદારી સક્ષમ યુવાનોની છે, આપવાની જવાબદારી બેંકોની છે.
વધુમાં સહકાર ધ્વજના સપ્તરંગની વિશેષતા જણાવતા નલીનભાઈએ કહ્યું કે, મેઘધનુષ્યના આ સાત રંગો મળીને એક સફેદ રંગ બને છે. એ જ રીતે સમાજના વિવિધ વિચારસરણી ધરાવતા સામાન્યજન કે વિવિધ બૌદ્ધિક ક્ષમતા ધરાવતા સમૃદ્ધ જનો નું સમાયોજન કરી સફેદ રંગ એટલે કે શાંતિ અને સંતોષનો રંગ સમાજમાં સહકારિતાએ પૂરવાનો છે.
કાર્યક્રમમાં સફળ સંચાલન જયેશભાઈ સંઘાણી કરેલ હતું, આગામી કાર્યક્રમોની માહિતી અધ્યક્ષ ડો.એન. ડી.શીલુએ આપેલ હતી.સહકાર ગીતનુ ગાન આશિષભાઈ પોપટાણી, આભાર દર્શન નાથાભાઈ ટોળીયા કરેલ હતું. શાંતિ મંત્ર યશભાઈ સોજીત્રાએ કરાવેલ હતું્
સહકારસપ્તાહ તા.૧૪ થી તા.૨૦ સુધી ભવ્ય ઉજવણી અંતર્ગત રાજકોટના જુદા જુદા ૪- ઝોનમાં જુદા જુદા વિષયો ઉપર સપ્તાહ દરમિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એક મહિલા સંમેલન પણ યોજાનાર છે.
આજે તા.૧૫ શનિવાર દક્ષિણ ઝોન-૭૦ સાંજે ૫-કલાકે, વક્તાઃ- નરેન્દ્રભાઈ દવે, વિષયઃ-સહકારિતા એક આદર્શ, સ્થળઃ- યશભાઈ સોજીત્રા શિવ જ્યોત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ઑમ ડેકોરા નાઈસ સ્ક્રેટ એ-વીંગ-એમ ફલોર નાના મોવા મેઇન રોડ રાજકોટ મો.ન. ૯૭૩૭૯૧૦૦૦૯
તા.૧૭ સોમવાર સાંજે ૬ કલાકે, વક્તાઃ-ડો.હિતેશભાઈ શુક્લ, વિષયઃ-સહકારીતાની વિસ્તરતી ક્ષીતીજો, સ્થળઃ આશિષભાઈ પોપટાણી, શ્રી શિવસાગર ક્રેડિટ કો-ઓપ સોસાયટી લી.
શોપ નં -૧૧૦ થી ૧૧૨ રીયલ પ્રાઇમ બિલ્ડિંગ, બાપા સીતારામ ચોક, મવડી બાયપાસ રોડ, મવડી, ૯૯૨૫૭ ૧૭૪૫૪
તારીખ ૧૮ મંગળવાર, વકતાઃ-ડો, એન ,જે, મેઘાણી ડિરેક્ટર રાજકોટ નાગરીક સહકારી બેંક. વિષયઃ-નવી સહકાર નીતિ, સાંજે બપોરે ૪:૩૦ કલાકે, સ્થળઃ-શ્રી નાથાભાઈ ટોળીયા, શ્રી લક્ષ્મી શરાફી સહકારી મંડળી હનુમાન મઢી ચોક રૈયા રોડ રાજકોટ. મો.૯૮૨૫૨ ૪૫૫૦૧
તા.૧૯ બુધવાર સાંજે ૬ કલાકે, વક્તાઃ-ડો.ભાસ્કરભાઈ ભટ્ટ, કન્વીનર રાજકોટ નાગરિક સહકારી બેંક ઉદ્યોગ નગર શાખા, વિષયઃ-સહકારી કાર્યકર્તનો કર્તવ્ય બોધ, સ્થળઃ- વિભાભાઈ મિયાત્રા, પુરુષાર્થ ક્રેડિટ કોપરેટીવ સોસાયટી, કર્મ જ્યોત વિદ્યાલય, કોઠારીયા મેઈન રોડ, હુડકો પોલીસ ચોકી પાછળ, દીપ્તિ નગર શેરી નંબર-૫ રાજકોટ મો.૯૮૯૮૦ ૧૪૨૮૭.
(2:30 PM IST)










