તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
તારે અમારા ઘર પાસેથી નીકળવું નહિ..કહી રાજુ ઉર્ફે ડિમ્પલ પર લોખંડના પાઇપથી હુમલો
મોટા મવામાં પાનની દૂકાન પાસે બેનો દેવીપૂજક, વિજય અને અજય તૂટી પડયાઃ ખૂનની ધમકી પણ દીધીઃ તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૧૫: શહેરના મોટામવા વિસ્તારમાં માત્ર પાન-ફાકી ખાવા બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતાં મજૂરી કામ કરતા યુવકને ત્રણ શખ્સોએ તારે અહીં ઊભું રહેવું નહિ તેમ કહીને માથાના ભાગે પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા રોડ ગોવિંદરત્ન બંગલો સામે આરએમસી ક્વાર્ટર બ્લોન ં. ૫ ક્વાર્ટર નં. ૧૫૮૧માં રહેતાં મુળ યુપી મેનપુરીના રાજુભાઈ ઉર્ફ ડીમ્પલ કળષ્ણમુરારી યાદવ (ઉ.વ. ૩૪)ની ફરિયાદ પરથી બેનાભાઇ દેવીપૂજક, અજય અને વિજય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રાતે નવેક રાજુભાઈ પોતાનું મોટર સાયકલ લઈને ત્યાં ફાકી ખાવા ઊભા હતા. તે દરમિયાન બેનાભાઈ, તેનો દીકરો અજય, અને વિજય નામના ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા. તેઓએ રાજુભાઈને તેના ઘર પાસેથી નીકળવું નહિ તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી અને ગાળો આપવાનું શરૂ કર્યું હતું.
રાજુભાઈએ ગાળો દેવાની ના પાડી, ત્યારે ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપી અજયે તેના હાથમાં રહેલો પાઇપ તેને માથાના ભાગે જોરથી માર્યો હતો, જેના કારણે લોહી નીકળવા લાગ્યું હતું. આ સમયે આરોપી બેનાભાઈ અને વિજયે રાજુભાઈને પકડી રાખીને ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન બેનાભાઈએ રાજુભાઈને ધમકી આપી હતી કે બીજી વાર આ બાજુ દેખાયો તો જાનથી મારી નાખીશ. વધુ મારથી બચવા માટે રાજુભાઈ ત્યાંથી દોડીને હવેલી ચોક તરફ ભાગી ગયા હતા.
લોહીલુહાણ હાલતમાં ભાગેલા રાજુભાઈને તેમના મિત્ર પ્રકાશભાઈએ જોઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ડૉક્ટરોએ રાજુભાઈના માથામાં ગંભીર ઈજાના કારણે છ ટાંકા લીધા હતા. હેડકોન્સ. કિશનભાઇ અજાગીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:35 PM IST)










