<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

મારી ભાભી મરશે નહિ તો હું મારી નાખીશ!

ભાઇના અપમૃત્‍યુથી વ્‍યથીત બહેનનો વલોપાત- ઉકળાટ

રાજકોટ તા.૧૫: આજે સવારે રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર પાર્શ્વધામ વિસ્‍તારમાં આવેલા સમેત શિખર એપાર્ટમેન્‍ટમાં રહેતા પઢિયાર (રજપૂત) દંપતી વચ્‍ચેના ખટરાગના કારણે બનેલી હત્‍યાની કોશીશ અને આત્‍મહત્‍યાની ઘટનામાં ભોગ બનનાર લાલજી પઢીયાર (ઉ.વ.૪૨)ના મૃત્‍યુના સમાચારથી હાંફળા-ફાંફળા દોડી આવેલા તેમના બહેને વ્‍યથીત બની આક્રોશ ઠાલવ્‍યો હતો. માધ્‍યમો સાથેની વાતચીતમાં થયેલા પ્રશ્નના જવાબમાં ભાઇના મૃત્‍યુથી ભાંગી પડેલા અને આક્રોશથી ભભૂકી રહેલા બહેને જણાવ્‍યું હતું કે, મારી ભાભીની મને ખબર નથી, જીવે છે કે મરી ગઇ છે. પરંતુ જો જીવી જાશે તો હું તેને મારી નાખીશ ભલે મને પોલીસ પકડી જાય! દોઢેક મહિનાથી મારી ભાભી મારા ભાઇથી અલગ રહેતી હતી. ભાભી તૃષાને કોૈટુબીંક ભત્રીજા સાથે મીઠા સંબંધોથી ભાઇ-ભાભી વચ્‍ચે તકરાર ઉભી થઇ હતી. મારો ભાઇ બધુ ભુલીને સંતાન ખાતર ઘેર પાછા આવી જવા તેને સમજાવતો હતો પરંતુ ભાભીની બહેનપણી અને તેના પ્રેમીની ચઢામણીથી બન્ને વચ્‍ચેની માથાકુટ પુરી થતી ન હતી અને અંતે મારા ભાઇએ પણ જીવ ખોવો પડયો છે

(2:55 PM IST)