<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ર વર્ષના અર્જુન પાવાગઢીની વિરાટ સિધ્‍ધી : સાયકલીંગમાં રાષ્‍ટ્રીય - આંતરરાષ્‍ટ્રીય રેકોર્ડ બનાવ્‍યો : નાશિક લોહાણા સમાજ દ્વારા ‘લાયન લોહાણા'નો ખિતાબ

રાજકોટ : ફક્‍ત ૨ વર્ષ અને ૮ મહિનાની ઉંમરે નાશિક (મહારાષ્‍ટ્ર)ની નાનકડી અર્જુન નિશિત પાવાગઢીએ ઈતિકામ રચ્‍યો છે. તેની અદભૂત સાયકલિંગ સિદ્ધિ માટે તેને ઇન્‍ડિયા બુક ખોફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસ તરફથી સત્તાવાર માન્‍યતા પ્રાપ્‍ત થઈ છે. મૂળ રાજકોટના વતની પાવાગઢી પરિવાર છેલ્લા ત્રણ દાયકાથી નાશિક સ્‍થાયી થયેલ છે.

ગ્રાન્‍ડ માસ્‍ટર અર્જન રાજકોટના જાણીતા સ્‍ટુડિયો શિવવાળા ભાવિનભાઈનો ભાણેજ થાય છે. ગત ૧૪ ઓક્‍ટોબર ૨૦૨૫ના રોજ અર્જુને સપોર્ટ વ્‍હીલ વિના ખુલ્લા માર્ગ પર ૪.૯૦ કિ.મી.નું અંતર સાયકલ ચલાવીને ૩૨ મિનિટ અને ૨૦ સેકન્‍ડમાં પૂર્ણ કર્યું. સરેરાશ ૯.૧ કિ.મી/કલાકની ઝડપ સાથે તેની ઉમરને અનુરૂપ આ એક અનોખું સંતુલન, સહનશક્‍તિ અને એકાગ્રતાનું પ્રદર્શન હતું. આ અદ્વિતીય સિદ્ધિ માટે અર્જુનને ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સ તરફથી સત્તાવાર પ્રમાણપત્ર એનાયત થયુ છે. જયારે એશિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા પ્રતિષ્‍ઠિત ગ્રાન્‍ડ માસ્‍ટરનો ખિતાબ એનાયત કર્યો  છે. નાશિક લૌહાણા મહાજને પણ અર્જુનને ‘લાયન લોહાણા'નું બીરૂદ આપી સન્‍માનિત કરેલ છે. રમકડા રમવાની ઉંમરે અર્જુને સાયકલ ઉપર પ્રેમ વર્ષાવેલ અને આ સિધ્‍ધી સુધી પહોંચ્‍યો છે. તેમ તેના પિતા નિશિત પાવાગઢી (મો.૯૪૨૩૪ ૭૯૪૨૫) ગર્વભેર કહે છે. 

(3:00 PM IST)