<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

પુરવઠાની બેઠકમાં કનેસરા-રૂપાવટી તથા વાસાવડ ગામોમાં ત્રણ નવી દુકાનોને મંજુરી

 

રાજકોટ, તા. ૧૫: રાજકોટ શહેર તથા જિલ્લા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની નવેમ્‍બર માસની આજે યોજાયેલી બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ત્રણ નવી દુકાનો શરૂ કરવા તથા ત્રણ દુકાનોને મર્જ કરવા અંગે મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જસદણ તાલુકાના કનેસરા ગામે સામાન્‍ય કેટેગરીમાં તળપ્તિબેન માલકીયાને, રૂપાવટી ગામમાં સામાન્‍ય કેટેગરીમાં તળપ્તિબેન મહેતાને અને વાસાવડ ગામમાં સામાન્‍ય કેટેગરીમાં અંકિતાબેન પરમારને નવી વ્‍યાજબી ભાવની દુકાનોની ફાળવણી કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્‍યો હતો. જ્‍યારે અન્‍ય ત્રણ દુકાનોને મર્જ કરવા અંગે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

(3:32 PM IST)