તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
સોની બજારના વધુ પાંચ વેપારીઓ છેતરાયા: ૪૨.૯૪ લાખનું સોનુ લઈ રાજસ્થાની કારીગર પલાયન
દિવાનપરામાં રહેતા સોની બજારમાં ભક્તિ ગોલ્ડ નામે દુકાન ધરાવતાં દેવેન્દ્રભાઈ રાધનપુરા સહિત પાંચ છેતરાયા: એ ડિવિઝન પોલીસે તપાસ આદરી

રાજકોટ: શહેરના સોની બજારમાં વેપારીઓ છેતરાયા છે. બજારના પાંચ જેટલા વેપારીઓ પાસેથી કુલ `૪૨.૯૪ લાખની કિંમતનું ૩૪૨.૫૩ ગ્રામ શુદ્ધ સોનું લઈને પરત ન કરી વિશ્વાસઘાત આચરવા બદલ એક વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ રાજસ્થાનના જયપુરનો આ વેપારી સોનું લઈ ગયા બાદ રકમ પરત કરવામાં નિષ્ફળ રહેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
વિગતો પર નજર કરીએ તો દિવાનપરા શેરી નં.૧માં રહેતા અને સોની બજારની સવજીભાઈની શેરીમાં 'ભક્તિ ગોલ્ડ' નામની દુકાન ધરાવતા દેવેન્દ્રભાઈ અશોકભાઈ રાધનપુરા (ઉ.વ. ૪૮)એ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ઓમદત્ત મોતીલાલ જાગીડ (રહે. આકાર પેલેસ લા એપાર્ટમેન્ટ, પેલેસ રોડ), જે મૂળ જયપુરનો વતની છે, તે અવારનવાર દેવેન્દ્રભાઈ પાસેથી ૨૪ કેરેટનું શુદ્ધ સોનું લઈ જતો હતો અને બેંક દ્વારા પૈસા ચૂકવવાનું વચન આપતો હતો.આરોપી ઓમદત્તે દેવેન્દ્રભાઈ પાસેથી અલગ-અલગ સમયે `૧૬.૩૭ લાખનું ૧૩૧ ગ્રામ સોનું લીધું હતું.
આ ઉપરાંત ફરિયાદી દેવેન્દ્રભાઈએ પોલીસને જણાવ્યું કે આરોપી ઓમદત્તે માત્ર તેમની સાથે જ નહીં, પણ સોની બજારના અન્ય વેપારીઓ સાથે પણ આવી જ રીતે વિશ્વાસઘાત કર્યો હતો.તેમાં અજયભાઈ નરોતમભાઈ માંડલીયા (રહે. કરણસિંહજી મેઇન રોડ) પાસેથી `૧૨.૩૦ લાખનું સોનું, સંજયભાઈ નગીનભાઈ પાટડીયા પાસેથી `૫.૮૦ લાખનું સોનું, રૂત્વીકભાઈ રમેશભાઈ ભુવા પાસેથી `૮.૧૭ લાખનું સોનું મળી કુલ પાંચ વેપારીઓનું મળીને `૪૨.૯૪ લાખની કિંમતનું ૩૪૨.૫૩ ગ્રામ સોનું આરોપી લઈ ગયો હતો, જેની રકમ કે સોનું પરત ન આપી તેણે છેતરપિંડી આચરી હતી. એ-ડિવીઝન પોલીસે દેવેન્દ્રભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(10:31 AM IST)










