<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

રાજકોટમાં શિક્ષકોએ હવે BLOની જવાબદારી સોંપવા મામલે વિરોધ : મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી

અધિકારીઓ દ્વારા દરરોજના શક્ય ન હોય તેવા ટાર્ગેટ અપાતા હોવાની પણ રજૂઆત કરાઈ: શિક્ષકો વિરૂદ્ધ ધરપકડ વોરંટ ન કાઢવા માટે માંગણી

રાજકોટમાં શિક્ષકોએ હવે BLOની જવાબદારી સોંપવા મામલે વિરોધ તેજ કર્યો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આ મુદ્દે મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે. કામગીરીમાં હાજર ન થઈ શકતા શિક્ષકો માટે નીકળેલા વોરંટનો વિરોધ ઉઠ્યો છે. પત્રમાં BLO ફરજને કારણે શિક્ષણ કાર્ય પર પણ અસર પડતી હોવાની રજૂઆત કરાઈ છે. અધિકારીઓ દ્વારા દરરોજના શક્ય ન હોય તેવા ટાર્ગેટ અપાતા હોવાની પણ રજૂઆત કરાઈ છે. શિક્ષકો વિરૂદ્ધ ધરપકડ વોરંટ ન કાઢવા માટે માંગણી કરવામાં આવી છે.

BLOની કામગીરી માટે સરકાર અલગ કેડર ઊભી કરે તેવી પણ માગ કરાઈ છે. તમામ કેડરમાંથી કર્મચારીઓને કામગીરીની સમાન ફાળવણી થાય તેવી રજૂઆત સાથે 12 કેડરને કામગીરી સોંપવાની હોવા છતાં શિક્ષકોને જ જવાબદારી આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.

(10:09 PM IST)