<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ગોકુલધામ મહિલા મંડળ દ્વારા સ્નેહ મિલન દરમિયાન સફળ સાસુ - વહુનું સન્માન


રાજકોટ: કઇક અનુકરણીય કહી શકાય તેવુ સ્નેહ મિલન ગોકુલધામ મહિલા મંડળ દ્વારા યોજવામાં આવ્યુ હતુ. આ સ્નેહ મિલન દરમિયાન સફળ સાસુ-વહુની જાડીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમની પારિવારિક ઍકતા, સમજણ, પ્રેમ અને જાઇન્ટ ફેમીલીમાં હળી મળીને રહેવાની ભાવનાને બિરદાવવામાં આવી હતી. આ સાસુ વહુની જાડીઓઍ ઍ સાબીત કરી બતાવ્યુ હતુ કે ‘પરિવારની સાચી શોભા સાસુ-વહુના સંબંધમાં રહેલી મીઠાશમાં છે’. ગોકુળધામ મહિલા મંડળ દ્વારા સમયાંતરે અગીયારસની ધૂન, સમર કેમ્પ અને અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થતા રહે છે. આ અનુકરણીય  કહી શકાય તેવા સ્નેહમિલન સાથે સાસુ-વહુના સન્માનના આયોજન માટે  મુખ્ય આયોજકો ચેતનાબેન વાઘેલા, દક્ષાબેન કારેલીયા, હેતલબેન જાની અને સમગ્ર ગોકુલધામ મહિલા મંડળની ટીમે જહેમત ઉઠાવી હોવાનું યાદીમાં જણાવાયુ છે. 

(2:17 PM IST)