<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

ઢોસાવાળા અજીતભાઇ ડોડીયા, હીરાઘસુ શૈલેષભાઇ ગોંડલીયાના હાર્ટએટેકથી મોત

વિનાયકનગર અને મવડી પ્રજાપતિ સોસાયટીમાં બનાવ : ઘરે બેભાન થઇ ગયા બાદ બંનેએ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૭: મવડી પ્‍લોટ વિનાયકનગર-૧૭માં રહેતાં અજીતભાઇ જેઠીસિંહ ડોડીયા (ઉ.વ.૫૫) સાંજે સાડા આઠેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

અજીતભાઇ સાત ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી છે. પોતે ભક્‍તિનગર સર્કલ પાસે ઢોસાની લારી રાખી ગુજરાન ચલાવતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

બીજા બનાવમાં ઓમનગર સર્કલ પાસે પ્રજાપતિ સોસાયટી-૨માં  રહેતાં શૈલેષભાઇ જેરામભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૧) સવારે છએક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર શૈલેષભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં. તે છ ભાઇ અને પાંચ બહેનમાં ચોથા હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બેભાન હાલતમાં બેડીપરાના પ્રોઢ રશીદભાઇનું મોત

બેડીપરા આંબા ભગતની શેરીમાં રહેતાં રશીદભાઇ અલ્લાઉદ્દીનભાઇ (ઉ.વ.૫૪) રાતે બારેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી મારફત થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. 

(2:20 PM IST)