<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

મંછાનગર, મારૂતિનગર સહિતના વિસ્‍તારોમાં સી.સી.રોડ-ડામર રી કાર્પેટ કામનું ખાતમુહુર્ત

રાજકોટઃ મહાનગરપાલીકા દ્વારા વિધાનસભા-૬૮માં વોર્ડ નં. પ માં ધારાસભ્‍યની ગ્રાન્‍ટમાંથી કુલ ૯૭ લાખના ખર્ચે ચોમાસા પહેલા શરૂ કરાવેલ માલધારી સોસાયટી મેઈન રોડ, શિવમ સોસાયટી મેઈન રોડ, શિવનગર મેઈન રોડ તથા લાલપરી પાસે આવેલ હનુમાન મંદિરવાળી શેરી વિગેરે વિસ્‍તાર પૈકી બાકી રહી ગયેલ શિવનગર મેઈન રોડ તથા લાલપરી પાસે આવેલ લાલ હનુમાન મંદિરવાળી શેરીમાં ડામર રીકાર્પેટ કરવાના કામનું ખાતમુર્હુત તેમજ મંછાનગર મેઈન રોડ પર શાળા નં.૯૭ પાસેનો રસ્‍તો અંદાજે રૂા. ૧,૩૫,૦૪,૭૫૯ના ખર્ચે સી.સી. રોડ કરવાના કામનું ખાતમુર્હુત કરવામાં આવતા લોકોએ રાહતની લાગણી અનુભવી છે. તેમજ એકશન પ્‍લાન ૨૦૨૫-૨૬ અંતર્ગત શાળા નં.૩૨થી આડા પેડક રોડ સુધી અનેકુવાડવા મેઈન રોડથી અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ સુધી મારૂતિનગર ૫૦ ફૂટ મેઈન રોડ ખાતે રૂા.૧૦૦ લાખના ખર્ચે ડામર રીકાર્પેટ કામ કરવાનું ખાતમુર્હુત ધારાસભ્‍ય ઉદય કાનગડના વરદ હસ્‍તે અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ ડે.મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ પરીમલ પરડવા, કોર્પોરેટર દિલીપ લુણાગરીયા, હાર્દીક ગોહીલ, રસીલાબેન સાકરીયા, વોર્ડપ્રમુખ પરેશ લીબાશીયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, જીલુભાઈ સુસરાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ હતું. કાર્યક્રમના પ્રારંભે વિસ્‍તારની બાળાઓ દ્વારા ધારાસભ્‍ય ઉદય કાનગડ સહિતના આગેવાનોને કુમકુમ તિલક કરેલ હતું તેમજ સ્‍થાનીક અગ્રણીઓ દ્રારા ભાવભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.આ ખાતમુર્હુત પ્રસંગે વોર્ડ-૫માં વિવિધ સ્‍થળોએ બાબુભાઈ માટીયા, ભાદાભાઈ રાદડીયા, સંજય બગડા, અનિલસિંહ પરમાર, કલ્‍પનાબેન કિયાડા, મનુબેન રાઠોડ, રમાબેન ગોહેલ, સંજય ચાવડા, જયપાલ વાઢેર, બીપીનભાઈ ગોહેલ, પ્રફુલભાઈ માંડલીક, ખોડુભાઈ સેગલીયા, નીરવ મોલીયા, રમેશભાઈ અકબરી, મુકેશ કાકડીયા, અજીતસિંહ રાઠોડ, વલ્લભભાઈ ઢોલરીયા, બીપીનભાઈ ભાખર, મહેશ સાકરીયા, ક્રિપાલસિંહ જાડેજા, બીન્‍દુબેન ડોડીયા, રૈયાભાઈ બાંભવા, રમેશભાઈ મેટાળીયા, પ્રભાતભાઈ ગેરૈયા, સહિત સ્‍થાનીક આગેવાનો અને લતાવાસીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:28 PM IST)