News of Monday, 17th November 2025
ચોટીલાના ધાંધલપુર ધજાળા વચ્ચે બોલેરો પલ્ટી જતાં ત્રણને ઇજા

રાજકોટ તા. ૧૭: ચોટીલા નજીકના ધાંધલપુર-ધજાળા વચ્ચે બોલેરો પલ્ટી ખાઇ જતાં મુળ બિહારના અને હાલ ધાંધલપુર રહી મજૂરી કરતાં રાજકુમાર કપીલેશ રામ (ઉ.વ.૫૪), છેદી ભોગરભાઇ સહાય (ઉ.વ.૩૦) અને શ્રીદેવ કેશા સહાય (ઉ.વ.૪૦)ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરી હતી. આ તમામ મજૂરી કરવા બીજા ખેતરે ગયા હોઇ ત્યાંથી પરત ધાંધલપુર આવતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.
(2:57 PM IST)










