News of Monday, 17th November 2025
વાડી જોવા જતી વખતે મોરબીના ઝાલા જોધપર નજીક બનાવ બાઇક સ્લીપ થઇ જતાં લતીપરના ત્રીસ વર્ષના મુકેશ અજનારનું મોત
મુળ એમપીના યુવાનન મોતથી પાંચ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૭: ટંકારાના ઝાલા જોધપર ગામ નજીક બાઇક સ્લીપ થઇ જતાં હાલ ધ્રોલના લતીપરમાં રહી ખેત મજૂરી કરતાં મુળ એમપીના મુકેશ શંકરભાઇ અજનાર (ઉ.વ.૩૦) નામના યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
મુકેશ અજનાર બે બહેન અને ચાર ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. હાલ લતીપર રહી ખેત મજૂરી કરતો હતો. બીજી વાડી વાવવા રાખવાની હોઇ જેથી પોતે બાઇક હંકારી ટંકારા વાડી જોવા જઇ રહ્યો હતો ત્યારે રવિવારે સાંજે સાડા ચારેક વાગ્યે ટંકારાના ઝાલા જોધપર નજીક બાઇક સ્લીપ થઇ ગયું હતું. તેને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સવારે મોત થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રતાપભાઇ, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ સહિતે ટંકારા પોલીસને જાણ કરી હતી.
(2:58 PM IST)










