News of Monday, 17th November 2025
શેઠ પરિવાર આયોજીત રકતદાન કેમ્પમાં રકતની રર૦ બોટલ એકત્ર

રાજકોટ : સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી, સ્વ. રાજેશભાઇ શેઠની ત્રીજી વાર્ષિક પુણ્યતિથી નિમિતે શેઠ પરિવાર દ્વારા યોજાયેલ મહારકતદાન કેમ્પમાં રર૦ બ્લડ બોટલ્સ અર્પણ કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં જગદિશભાઇ શેઠ, અલ્પેશભાઇ મોદી, જયપ્રકાશભાઇ શેઠ, જીજ્ઞેશભાઇ શેઠ, કેવલભાઇ શેઠ, જીગરભાઇ શેઠ, વિનય જસાણી, ઉમેશભાઇ મહેતાએ સેવા આપેલ હતી.
(3:28 PM IST)










