News of Monday, 17th November 2025
ફરીને પરત આવી રહેલા વાંકાનેરના ભવાનભાઇ સારેસાનું લીંબડી પાસે હૃદય બેસી જતાં મોત
મિત્રો સાથે નડીયાદ તરફ ફરવા ગયો હતોઃ કાર લીંબડી પહોંચી ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડયોઃ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્યો

રાજકોટ, તા.,૧૭ : અમદાવાદ પોલીસ કમિશનર કાયદો વ્યવસ્થા જાળવવા રીઢા અપરાધીઓ સામે કડક પગલાંઓ ભરવા સાથે વર્ષોથી એક જગ્યા પર રહેલ પોલીસ સ્ટાફને બદલાવવા, વહીવટદારોનું નેટ વર્ક ખત્મ કરવા સજાના સ્થાન જેવી કે. કંપનીમાં મૂકવા ઝઝૂમી રહ્યા છે, તેવા સમયે અમદાવાદ પોલીસની રક્ષક વાહનના ડ્રાઈવરે નશાકારક કફ સીરપ ગટગટાવી ત્રણ વાહનોને હડફેટે લેતા સન્નાટો પ્રસરી ગયો છે.
સાબરમતી પોલીસ સ્ટેશનની ૧૧૨ની પીસીઆરના ડ્રાઈવર યશ અશોકભાઈ પરમાર (૨૩)ને ઝુંડાલ પાસે અકસ્માતનો મેસેજ મળતાં ત્યાં પહોંચ્યા હતા. કોલ પૂરો કરીને યશ ગાડી લઈને શાયોના તિલક-૧ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે કફ સીરપનો નશો કર્યો હતો એટલે કાબુ ન રહેતાં પાર્ક કરેલી ૩ ગાડી અડફેટે લીધી હતી. અકસ્માતમાં એક કારમાં બેઠેલા માણસ અને એક કારની ડ્રાઇવર સીટ ઉપર બેઠેલો માણસ ઈજાગ્રસ્ત થયો હતો. બન્યો છે.
દરમિયાન આ ઘટના અંગેની ગંભીરતા પારખી જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડ ગુજ્જર દ્વારા પોલીસ કાફલા સાથે જરૂર જણાયે ઘાયલ લોકોને મદદ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા તજવીજ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શોલા કળણાલ ભૂકણ ટીમ સત્વરે ઘટના સ્થળે પહોચી હતી, મજકુર ડ્રાઈવર સામે અકસ્માતનો ગુન્હો દાખલ કરી, જે ત્રણ કાર અડફેટે લીધેલ તેના મુસાફરો અંગેની સ્થિતિની જાણકારી મેળવી હતી. સંબધક ડ્રાઇવરના બ્લડ સેમ્પલ તથા પોલીસવેનમાં મળેલ ૬ બોટલો નશાકારક છે કે કેમ? તે અભિપ્રાય મેળવવા જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડ ગુજ્જરના માર્ગદર્શન નીચે FSL અભિપ્રાય માટે મોકલેલ છે, FSL રીપોર્ટ પોઝેટીવ આવ્યે નાર્કોટિક્સ કલમ પણ અકસ્માત સાથે ઉમેરાશે.
(2:59 PM IST)










