News of Monday, 17th November 2025
માત્ર માર્ગોની જ સમસ્યા નથીઃ અન્ય લોક પ્રશ્ને પણ નેતાગીરી નિર્ણાયક બને

વોર્ડ નં. રમાં ડામર કામગીરીની મુલાકાત લેતા મનપાના પદાધિકારીઓઃ જન્મ-મરણ સહિતના વિભાગમાં ભૂલા પડોઃ અરજદારોનો આક્રોશ
રાજકોટ, તા. ૧૭: શહેરના વોર્ડ નં.૨માં ચાલતા ડામર કામની સ્થળ મુલાકાત કરતા મનપાના પદાધિકારીઓ તથા ધારાસભ્ય એ કરી કામનું નિરીક્ષણ કર્યુ હતું. સાથો સાથ મનપાના જન્મ-મરણ સહિતના વિભાગમાં કોક દી ભુલા પડો તેવુ લોકો સુચવી રહયા છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૨માં ચાલતા ડામર કામની રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા ધારાસભ્યશ્રી દ્વારા ગત તા.૧૫ શનિવારના સ્થળ મુલાકાત કરવામાં આવેલ. આ સ્થળ મુલાકાતમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનિષભાઈ રાડીયા, લગત અધિકારી-કર્મચારીઓ સ્થળ પર હાજર રહેલ.
આ સ્થળ મુલાકાતમાં ડામર કામની સારી ગુણવતા જાળવીને કામ સમયસર પૂર્ણ કરવા વગેરે તમામ બાબતોની પદાધિકારીશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને એજન્સીઓ સાથે જરૂરી ચર્ચા કરવામાં આવેલ.
(3:00 PM IST)










