<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

જિલ્લા પંચાયતમાં પાન-ધુમ્રપાનના દંડની ‘બોણી'

ડોકટર ઝપટે ચડયાઃ રૂા.૫૦૦ દંડઃ કચેરીમાં પ્રતિબંધનો કડક અમલ

રાજકોટ તા.૧૭: જિલ્લા પંચાયત કચેરીમાં પાન અને ધુમ્રપાનની મનાઈ પછી શનિવારે પ્રથમ દંડ થયો છે. સરકારની આયુર્વેદ શાખા સાથે સંકળાયેલા ગ્રામ્‍ય વિસ્‍તારના એક ડોક્‍ટર ફાકી ખાઈને કચેરીમાં આવતા રૂબરૂ અને કેમેરામાં દેખાઈ આવેલ તેની પાસેથી નિયમ અનુસાર રૂ.૫૦૦ દંડ વસૂલવામાં આવ્‍યાનું જાણવા મળેલ છે.

જિલ્લા પંચાયતની સામાન્‍ય સભાએ ગઈ ૧૩ ઓક્‍ટોબરે ઠરાવ કરી પંચાયત કચેરીમાં તમામ કર્મચારીઓ અધિકારીઓ અરજદારો તેમજ મુલાકાતીઓ માટે પાન-ફાકી, બીડી, સિગારેટ, ગુટખા વગેરે ખાવા પર પ્રતિબંધ મુકેલ તેનો અમલ તારીખ ૭ નવેમ્‍બરથી કરવામાં આવ્‍યો છે. પંચાયત કચેરીમાં અલગ અલગ જગ્‍યાએ આ અંગેના ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્‍યા છે. પ્રતિબંધના કડક અમલ પછી કચેરીમાં વ્‍યસન ને લગતી પ્રવળત્તિ એકદમ નિયંત્રિત થઈ ગઈ હોય તેવું લાગે છે. શનિવારે ડોક્‍ટર કક્ષાના એક મુલાકાતી ફાકી ખાતા ખાતા આવતા તેમની પાસેથી પ્રથમ  દંડ વસૂલવામાં આવ્‍યો હતો. કચેરીના જે વિસ્‍તારમાંથી કોઈ વ્‍યક્‍તિ પ્રતિબંધનો ભંગ કરતી પકડાઈ તો તેની પાસેથી દંડ વસૂલવાની સત્તા જે તે શાખા અધિકારીને આપવામાં આવી છે. રૂ.૫૦૦ દંડ વર્ષોની વસૂલી પહોંચ આપવાની જોગવાઈ છે. પંચાયત કચેરીમાં પ્રતિબંધનો કડક અમલ ચાલુ રહેશે તેવું વહીવટી તંત્રના વર્તુળો જણાવે છે. દંડનો હેતુ વ્‍યસન મુક્‍તિ માટેનો છે

(3:45 PM IST)