News of Monday, 17th November 2025
જીબીઆ દ્વારા ઉર્જામંત્રી કૌશીકભાઇનો સત્કાર સમારંભ ઇજનેરોના પ્રશ્નોના નિરાકરણ અંગે મંત્રીશ્રીની કટીબધ્ધતા
અમરેલી ખાતે આયોજનઃ સાંસદ-ધારાસભ્યો-ઇજનેરો-હોદેદારોની ખાસ ઉપસ્થિતિ

રાજકોટ, તા., ૧૭: જીઈબી એન્જીનિયર્સ એસોસીએશન દ્વારા તાજેતરમાં હોટલ લોર્ડઝ - અમરેલી ખાતે શ્રી કૌશિકભાઈ વેકરીયા, મંત્રીશ્રી ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનીક અને સંસદીય બાબતો નો અભિનંદનવર્ષા સત્કાર સમારંભ યોજવામાં આવેલ હતો. સમારોહમાં ભરતભાઈ સુતરીયા, સંસદ સભ્ય, અમરેલી, મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય, સાવરકુંડલા-લીલીયા અને જનકભાઈ તળાવીયા, ધારાસભ્ય, લાઠી-બાબરા-દામનગર વિશેષ ઉપસ્થિતિ રહેલ હતા. કાર્યક્રમમાં મેહુલભાઈ ધોરાજીયા, દિપકભાઈ વઘાસીયા, મૈલિકભાઈ ઉપાધ્યાય અને અનિલભાઈ વેકરીયા હાજર રહેલ.
કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય અને નિત્યશુધ્ધાનંદ સરસ્વતી સ્વામિશ્રી ના આશિર્વચન સાથે કરવામાં આવેલ. અતિથિગણ નું સ્વાગત વિશિષ્ટ પ્રકારે ખાસ પેઈન્ટ કરેલ ચકલીઘર દ્વારા કરવામાં આવેલ.
જીબીઆ આયોજીત ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી શ્રી કેશિકભાઈ વેકરીયા ના આ સત્કાર સમારંભ માં ગુજરાતભર માંથી PGVCL, UGVCL, MGVCL, DGVCL, GETCO, GSECL રહેલ.
મંત્રી કૌશીક વેકરીયાએ જીઇબી એન્જીનીયર્સ એસોસીએશનની સોશ્યલ એકટીવીટીને બિરદાવી હતી તેમજ ઈજનેરો ના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે તત્પરતા સાથે કટીબધ્ધતા દાખવેલ તેમજ આયોજક ટીમ ને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવેલ. જીબીઆ કોર કમિટી માંથી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ, કાર્યકારી અધ્યક્ષ બી.એમ.શાહ, ઈન્ચાર્જ સેક્રેટરી જનરલ શ્રી એચ.જી. વઘાસીયા, વાઈસ પ્રેસીડેન્ટ GSECL એ.બી.પ્રજાપતિ, વાઈસ પ્રેસીડેન્ટ લીગલ એન્ડ ઓર્ગેનાઈઝેશન એસ.ડી. પટેલ, જનરલ સેક્રેટરી UGVCL કે.બી.ચૌધરી, જનરલ સેક્રેટરી DGVCL એ.બી.નાકરાણી અતિથિ વિશેષ તરીકે ખાસ હાજર રહેલ હતા.
કાર્યક્રમ નું આયોજન અને સફળ સંચાલન શ્રી એમ.એમ.કડછા, જનરલ સેક્રેટરી - PGVCL અને ઝોનલ સેક્રેટરી શ્રી એન.એમ.ભવાણી, સકલ સંક્રેટરી બી.બી. પટેલ, પૂર્વ સર્કલ સેક્રેટરી કે.બી. પોંકીયા તથા ટીમ જીબીઆ દ્વારા કરવામાં આવેલ.
(3:49 PM IST)










