<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

હુ...હુ...હુ...રાજકોટ ધ્રુજ્‍યુઃ ૧૨.૧ ડીગ્રી તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી આસપાસ રહેશે : ઠંડીએ એકાએક સ્‍પીડ પકડી લીધી, એક જ દિવસમાં બે ડીગ્રીનો ઘટાડો, સીઝનનું સૌથી નીચુ તાપમાન

રાજકોટઃ શહેરમાં ઠંડીએ એકાએક જોર પકડ્‍યું છે. આજે સવારે નોંધાયેલું લઘુત્તમ તાપમાન માત્ર ૧૨.૧ ડિગ્રી સેલ્‍સિયસ રહ્યું, જે આ સીઝનનું અત્‍યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે. ગઈ કાલની સરખામણીએ આજે તાપમાનમાં બે ડિગ્રીનો એકઝાટ ઘટાડો જોવા મળ્‍યો છે.

સવાર થી જ ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. બપોરે પણ ઠંડકનો અહેસાસ યથાવત્‌ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.

ઠંડી શરૂ થાની સાથે જ બંગડી બજાર તથા ધર્મેન્‍દ્ર રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્‍તારોમાં  વુલનના કપડાં, જેકેટ, મફલર અને ટોપીના સ્‍ટોલ્‍સ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી. ગઈ કાલે તો હજુ શર્ટમાં ફરીએ છીએ તેવું લાગતું હતું, આજે સવારે ઊઠીને તો ધ્રૂજારી છૂટી ગઈ હતી.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, ઉત્તર ભારતમાંથી આવતા પヘમિી વિક્ષેપ તથા ઉત્તરીય પવનોના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આગામી ૭૨ કલાકમાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્‍તારોમાં લઘુત્તમ તાપમાન ૧૧થી ૧૩ ડિગ્રીની આસપાસ રહેવાની શક્‍યતા છે. ખાસ કરીને રાત્રી તથા સવારના સમયે ધુમ્‍મસનું પ્રમાણ પણ વધશે.

ચાની દુકાનો, લારીઓમાં ચા પીવા ભીડ જોવા મળતી હતી.  શિયાળાની આ સોગઠા ઠંડીએ શહેરને ખરા અર્થમાં ‘‘વિન્‍ટર મોડ''માં મૂકી દીધું છે.

 

(11:57 AM IST)