તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
રાજકોટ શહેર-જીલ્લામાં ૯૭ એનીમી પ્રોપર્ટી : કિંમત ૧ર કરોડ
અગાઉ કલેકટર તંત્રે માપણી સર્વે બાદ મુંબઇ રીપોર્ટ મોકલ્યો હતોઃ સૌથી વધુ જેતપુરમાં ૪પ જેટલી મિલ્કતો : રી-સર્વે-માપણી માટે મુંબઇથી ફરી ટીમ આવીઃ કેન્દ્રિય ગૃહ ખાતા હેઠળ આવતા ડીપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી : મુંબઇથી આવેલા અધિકારી અને ટીમ ૧ મહીનો રોકાશેઃ કલેકટરે DILRની ટીમને સાથે રાખી માપણી શરૂ કરાવી

રાજકોટ, તા. ૧૮: ભારત દેશ આઝાદ થયો અને ભારત-પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે અનેક મુસ્લીમ-લઘુમતી પરિવારોએ અને અમુક અન્ય જાતિના પરિવારોએ પાકિસ્તાનમાં હિજરત કરી હતી, તેઓ અહીં પોતાની સ્થાવર મીલ્કત છોડતા ગયા હતા, આવા ૯૭ પરીવારો રાજકોટ શહેર-જીલ્લામાં રહેતા હતા, તેઓ પણ પાકિસ્તાનમાં ચાલ્યા ગયા, આ ૯૭ પરીવારોની આજે ભાગલાને ૭પ વર્ષથી વધુ સમય વીતી ગયો પરંતુ મીલ્કત જમીન તેની રાજકોટ જીલ્લામાં પડી છે, જેનો કબ્જો આજે કલેકટર તંત્ર-સરકાર પાસે છે.
આ એનીમી મીલ્કત-પ્રોપર્ટીની વેલ્યુએશન-માપણી-સર્વે વિગેરે બધુ રાજકોટ કલેકટર તંત્રે કરાવી, હાલની સ્થિતિ, દબાણ, કિંમત વિગેરે સામેનો રીપોર્ટ મુંબઇ ખાતે એનીમી પ્રોપર્ટીની વડી કચેરીએ મોકલી આપેલ હતા.
દરમિયાન રાજકોટ કલેકટર કચેરીના ટોચના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે કુલ ૯૭ એનીમી પ્રોર્પટીની કિંમત ૧૦ થી ૧ર કરોડ થવા જાય છે, જેમાં જેતપુરમાં-૪પ, આ ઉપરાંત ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને કોટડાસાંગાણી ખાતે આ મીલ્કતો આવેલી છે.
અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કલેકટર તંત્ર દ્વારા મુંબઇ મોકલાવેલ રીપોર્ટ બાદ મુંબઇ વડી કચેરીએ અભ્યાસ કરી રાજકોટ જીલ્લામાં આવેલી ૯૭ મીલ્કતોનો ફરી સર્વે-માપણી-વેલ્યુએશનનો નિર્ણય કરી આખી એક ટીમ રાજકોટ મોકલી છે, બે દિવસથી ફરી આ તમામ મીલ્કતો સર્વે શરૂ થયો છે, મુંબઇથી આવેલ આ ટીમ એક મહિનો રોકાશે, કલેકટર તંત્રે સ્થાનિક લેવલે મીલ્કતોનો સર્વે-માપણી-કિંમત નકકી કરવા અંગે ઝત્ન્ય્ તથા અન્ય ડીપાર્ટમેન્ટના કર્મચારી-અધીકારીને સાથે રહેવા સૂચના આપી છે, આ આખી કાર્યવાહી કેન્દ્રના ગૃહ ખાતાની હેઠળ આવેલ અને મુંબઇ હેડકવાર્ટર ધરાવતા એનીમી પ્રોપર્ટીઝ ડીપાર્ટમેન્ટ દ્વારા થઇ રહી છે. ૧ મહિનામાં સર્વે પુરો થયા બાદ આવી મીલ્કતોની હરરાજી અંગે નિર્ણય લેવાશે, અને સૂચના આપ્યા બાદ રાજકોટ કલેકટર તંત્ર કાર્યવાહી કરશે.(૬.૧૩)
(2:52 PM IST)










