<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

સચેત- પરંપરાઃ રાંઝણ રાંઝણ... મેરે સોણીયા સહિતના ગીતો ઉપર થરકાવશેઃ શિવ તાંડવ... રામ સિયારામ દ્વારા પ્રભુભકિત કરાવશે

મનપાના બાવનમાં સ્‍થાપના દિવસે કાલે રેસકોર્ષ ખાતે બોલીવુડ મ્‍યુઝિકલ નાઇટ : વિવિધ ક્ષેત્રોમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપનાર નાગરિકોને મેયર એવોર્ડ એનાયત કરાશેઃ તૈયારીનો ધમધમાટ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા સ્‍થાપનાની ૫૨-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપ કાલે  તા.૧૯/ બુધવારના રોજ રાત્રે ૮ કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્‍તુત ‘‘બોલિવુડ મ્‍યુઝિકલ નાઈટ'' યોજાશે.

આ અંગે મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા એ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકાની સ્‍થાપનાની ૫૨-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આવતીકાલ તા.૧૯ બુધવારના રોજ રાત્રે ૮ કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્‍તુત ભવ્‍ય ‘‘બોલિવુડ મ્‍યુઝિકલ નાઈટ'' કાર્યક્રમનું આયોજન કરેલ છે.    

વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્‍ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્‍માનિત કરવામાં આવશે તેમજ ‘‘સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્‍સવ'' રંગોળી સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય કળષિ અને ખેડૂત કલ્‍યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, પ્રોટોકોલ કેબિનેટ મંત્રી તથા રાજકોટ શહેર પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના  હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે.  

આ કાર્યક્રમના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવેલ છે. જેમાં, મંડપ, લાઈટ્‍સ સાઉન્‍ડ, બેઠક વ્‍યવસ્‍થા, ર્પાકિંગ, સુરક્ષા વગેરે જેવી કામગીરી સુવ્‍યવસ્‍થિત રીતે થાય તે માટે અધિકારીઓ અને તેના તાબા હેઠળના કર્મચારીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે.   

આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્‍તુત ભવ્‍ય ‘‘બોલિવુડ મ્‍યુઝિકલ નાઈટ'' માં તેઓ પોતાના મધુર કંઠે જા રાંઝણ રાંઝણ (દો પતિ), હમસફર (સૈયારા), બેખયાલી (કબીર સિંહ), મેરે સોણીયા (કબીર સિંહ), શિવ તાંડવ (આલ્‍બમ), રામ સિયા રામ (આદિપુરુષ), ઓ માઇયા મેનુ યાદ આવે (જી), મલંગ સજના (આલ્‍બમ) વગેરે જેવા અનેક સુપ્રસિદ્ધ ગીતોથી શહેરીજનોને ડોલાવશે. 

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્‍તુત ભવ્‍ય ‘‘બોલિવુડ મ્‍યુઝિકલ નાઈટ'' માણવા  નિમંત્રણ પાઠવેલ છે.

(2:59 PM IST)