News of Tuesday, 18th November 2025
વૃંદાવનમાં શાસ્ત્રી ડો. કૃષ્ણકુમાર મહેતાના વ્યાસાસને ભગવત કથા : વિવિધ પ્રસંગોની ઉજવણી

રાજકોટ : ગીતા મંદિરના સત્સંગ મંડળ તથા ભાવિક દર્શનાર્થીઓના મનોરથપૂર્ર્તિ હેતુ કારતક માસમાં રાધાકૃષ્ણરાસભૂમિ વૃંદાવનધામમાં સામૂહિક શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજિન થયું હતું. શ્રીવણ યાત્રા સંઘના ઉપક્રમે વ્રજભૂમિમાં આયોજિત આ ભગવત કથામાં વક્તાપદે ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજના પુત્ર શાષાી ડો. કૃષ્ણકુમાર મહેતા સંગીતમય શૈલીમાં આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કર્યું હતું. પિતૃમાસ કારતકમાં આયોજિત આ સામૂહિક કથાયાત્રામાં યાત્રિકોએ પોતાના સ્વજનોના આત્મકલ્યાણર્થે કથાના પાટલા-પોથીજીના યજમાન તરીકે પૂજાવિધિ કરી હતી. ભાવિકોએ કથાશ્રવણ, પોથીપૂજન,યમુનાજીની આરતી, દીપદાન, વ્રજયાત્રા, વાજતેગાજતે પૂજાવિધિ સહિત યમુનાજીનો ચુનરી મનોરથ, અભિષેક, ગોવર્ધનપૂજા, ગીરીરાજજીનો કુંજ વારા મનોરથ, અન્નકૂટ, યમુનાજીમાં નોૈકાવિહારનો કલ્યાણકારી, સોૈભાગ્યદાયી લ્હાવો લીધો હતો. બાંકેબિહારીજી, નિધિવન, બરસાના, ગોકુલ, જતીપુરા વગેરે પાવન સ્થળોની મુલાકાત લઇને પૂજન દર્શન કર્યા હતા. આ કથાયાત્રામાં ભાવિકો, વૈષ્ણવો,મહિલા સત્યસંગ મંડળ, ધૂન-ભજનમંડળના સર્વે બહેનો, ગીતા વિદ્યાલય પરિવારના સદસ્યો વગેરે જોડાયા હતા. ભાગવતકથામાં સતીચરિત્ર, નસસિંહપ્રાકટય, વામનજન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ, દિવ્ય નંદ મહોત્સવ, બાળલીલા, ગિીરીરાજ ઉત્સવ, રૂકમણિ વિવાહ વગેરે પ્રસંગો ઉજવાયા હતા. તેમ ગીતા વિદ્યાલય પરિવારની યાદીમાં જણાવાયું છે.
(3:26 PM IST)










