તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
ફાર્મસીના છાત્રને અંગ્રેજી ભાષાના લેક્ચર ન સમજાતાં ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૧૮: શહેરની યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતાં અને હોસ્ટેલમાં રહેતાં અઢાર વર્ષના યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. આ યુવાન બે ભાઇ અને બે બહેનમાં મોટો છે. ફાર્મસીના અભ્યાસમાં અંગ્રેજી-ઇંગ્લીશ ભાષામાં લેકચર આવતાં હોઇ તેમાં આ છાત્રને બહુ સમજ ન પડતી હોઇ ટેન્શનના કારણે આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. સારવાર બાદ રજા અપાઇ હતી.
(3:32 PM IST)










