તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
આજી ડેમ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચેનો રસ્તો ૧પ વર્ષથી ખરાબ અનેક વખત અકસ્માતો-ટ્રાફીકજામ રોજની ઘટનાઃ કલેકટરને આવેદન
વોર્ડ નં. ૧પના કોર્પોરેટર તથા આગેવાનો દ્વારા કલેકટર કચેરીએ દેખાવો-સુત્રોચ્ચાર હજારો લોકો હેરાન-પરેશાન : સેંકડો કારખાના છેઃ લોકોને ફરજીયાત ઉંધી દિશામાં વાહનો ચલાવવા પડે છે કોર્પોરેશન લાખો રૂપીયાનો વેરો ઉઘરાવે છેઃ નેશનલ હાઇવે બની રહયો છેઃ કલેકટર પોતે નિરીક્ષણ કરી સમસ્યાનું નિવારણ કરે તેવી માંગણી

રાજકોટ, તા., ૧૮ : વોર્ડ નં. ૧પના કોર્પોરેટર કોમલબેન ભારાઇ, કોંગ્રેસ આગેવાન રણજીત મુંધવા તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી અત્યારે નિર્માણ થઇ રહેલા રાષ્ટ્રીય ધોરી માર્ગના વાંધા સુચન અને જરૂરિયાત પ્રમાણેડાઈવર્જન આપવા બાબતે તેમજ કાયમી ધોરણે સર્વિસ રોડ આપવા બાબતે
આવેદનમાં ઉમેર્યુ હતું કે વોર્ડ નંબર ૧૫ માં આવતા આજીડેમ ચોકડી થી કોઠારીયા (હુડકો) ચોકડી વચ્ચે તમામ વિસ્તારો કે.પી. ઇન્ડસ્ટ્રી ઝોન, એન. બી. ઇન્ડસ્ટ્રીઝ જોન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ઝોન ૧,૨,૩,૪, આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મારુતિ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, કિસાન ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ધારા ઇન્ડસ્ટ્રીઝ એરીયા, સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, પરમધામ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, સુરભી ઇન્ડસ્ટ્રીઝ એરીયા, કેસરીનંદન ઇન્ડસ્ટ્રીઝ એરીયા, નવ ભારત ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ઓમ ઉદ્યોગ નગર, ક્રાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ એરીયા, શિવધારા પાર્ક ૧,૨, હરિઓમ પાર્ક રહેણા વિસ્તાર, રામ પાર્ક, મુકેશ પાર્ક રહેણાક વિસ્તાર, શ્રી રાધાકળષ્ણ સોસાયટી અને હાઈવેની સામેની બાજુ સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, મધુરમ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, હરિ ઇન્ડસ્ટ્રીઝ, શિવમ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, મીરા ઉદ્યોગ જોન, રાધા મીરા ૧,૨ ઇન્ડસ્ટ્રીઝ ઝોન એન.બી. ઇન્ડસ્ટ્રીઝ ઝોન સુવર્ણ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ આમ અલગ અલગ એરીયા ખોખરદર નદીના પુલ અને આજી નદીના પુલની વચ્ચે આવેલા છે. આ તમામ વિસ્તારના હજારો લોકોને કાયમી ધોરણે હાઇવે ખરાબ હોય અને સર્વિસ રોડ ખરાબ છે તો ટ્રાફિકનો સામનો કરવો પડે અને રોડ ઉપર વધારે ખાડા હોવાથી ત્યાં દરરોજ કાયમ ધોરણે અકસ્માતના બનાવો પણ અનેક બને છે.
આ બાજુ આવેલા વિસ્તાર માં આવવા-જવા માટે લગભગ ૧૫ વર્ષ થી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નથી.
હયાત પરિસ્થિતિ પ્રમાણે આ બાજુ આવેલા વિસ્તારમાં જવા માટેના ઇચ્છવા છતાં ફરજિયાત ઊંધી દિશામાં પોતાના વાહનો ચલાવી ને પસાર થવું પડે છે. બાળકો ને શાળા એ મુકવા તેડવા ફરજિયાત ઊંધી દીશામાં પોતાના અને તથા મુકવા-તેળવા આવતા વાહનોને પણ ફરજિયાત ઊંધી દીશામાં પોતાના વાહનો ચલાવીને પસાર થવું પડે છે.
હાલમાં ખોખડ દળ નદીના પુલ ઉપર તેમજ આસપાસના રોડ ઉપર કાયમી માટે દરરોજ એક થી બે અકસ્માત તો થતાજ રહે છે. જેને લીધે અનેક લોકો એ અકસ્માતમાં પોતાના ઘરનાં આધાર સ્તંભ એવા સ્વજનોના જીવ ગુમાવેલા છે,તો પણ કોઈ પણ સરકારી કચેરીના અધિકારીઓનું પેટમાં પાણી પણ હલતું નથી.
આ બાજુ આવેલા વિસ્તાર માં જવા-આવવા માટે લગભગ ૧૫ વર્ષ થી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ નથી તો પણ મહાનગર પાલિકા સ્માર્ટ સીટીના નામે લાખો રૂપિયા વેરો ઉઘરાવે છે. આપને બે હાથ જોડી ને નમ્ર વિનંતિ છે કે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નું નિર્માણ થઇ રહ્યું છે જેને લીધે હુડકો ચોકડી થી માંડી ને આજી ડેમ ચોકાડી સુધી અત્યંત ભય જનક મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે,તેનો જાતે સમય આપી ને સ્થળ નિરીક્ષણ માટે હાજરી આપે અને આ સમસ્યા નો કાયમી ઉકેલ આવે એના માટે યોગ્ય નિર્ણય આપી ને આગળ ની વ્યવસ્થા માં સાથ આપો તેવી માંગણી છે. દરરોજ સવાર-સાંજ ર થી ૩ કિ.મી.નો ટ્રાફીક જામ થાય છે. તેનાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
(3:35 PM IST)










